Date: 12/1/2019

સિનીયર ફ્રેન્ડસ ઓફ ન્યુજસીઁ દ્વારા દિવાળી, છઠ્ઠી વષૅગાંઠ અને છ માસિક બથૅડે પાટીઁની ઉજવણી

તા.૩નવેમ્બર ૨૦૧૯ના રોજ સવારે ૧૦ કલાકે સિનિયર ફ્રેન્ડસ ઓફ ન્યુજસીઁ સંસ્થાનો છઠ્ઠો વાષિઁક દિવસ, દિવાળી અને છ માસિક બથૅડેની ઉજવણીના ભાગરૂપે જસીઁસિટીના ન્યુઅકૅ એવન્યુમાં આવેલ હન્ગ્રી રેસ્ટોરન્ટના વિશાળ ડાઇનીંગ હોલમાં આનંદ-ઉલ્લાસપૂવૅક ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાને છ વષૅ પૂણૅ થતા હોઇ સવેઁ સભ્યોની ઉપસ્થિતિમાં દિવાળી અને નૂતન વષૉભિનંદન કરી આનંદ વ્યક્ત કરતા સૌના મુખારવિંદ ઉપર હષૅ અને લાગણી તરી આવી હતી. ૩૦૦ સભ્યસંખ્યા ધરાવતી સંસ્થાના પ્રમખશ્રી ડો. મહેન્દ્ર શાહની રાહબરી નીચે શ્રી વસંત શાહ, મયુરી પટેલ બંને સેક્રેટરી સહીત શ્રી કાન્તીભાઇ પટેલ, શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી ચોક્સી, શ્રી પરેશ પંડ્યા, મિસીસ પ્રવીણા પંડ્યા, મિસીસ મીના અને મિસીસ ભાનુ શાહ તથા અન્ય કારોબારી સભ્યોના અથાક મહેનતથી સંપૂણૅ કાયૅક્રમ અભૂતપૂવૅ સફળતાથી પૂણૅ થયો હતો. સવારે ૧૦ થી ૧૧ સુધીમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી, જરૂરી ફી ભરેલ દરેક સભ્યોને એક ઔંસના શુધ્ધ ચાંદીના સિક્કાની ભેટસાથે ચટાકેદાર એપેટાઇઝર સાથે કાયૅક્રમની શરૂઆત કરાઇ હતી. ત્યારબાદ શ્રી મયુરી પટેલની પ્રભુપ્રાથૅના અને સંસ્થાના પ્રમુખ ડો. મહેન્દ્ર શાહ દ્વારા સંસ્થાની ટુંકી માહિતી તેમજ આમંત્રિત મહેમાનોને આવકાર-સ્વાગત ચેરમેન અને ગ્રાન્ડ સ્પોન્સર શ્રી પિયુષ પટેલ, બી.સી.બી. બેંકના પ્રમુખ અને સીઇઓ શ્રી ટોમ, પમર એડલ્ટ ડે કેર સેન્ટરના પ્રમુખ-સીઇઓ શ્રી વિપુલ અમીન, બીસીસી બેંકના જસીઁસિટી બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર શ્રીમતી જીજ્ઞાસા પટેલ, મી લેરી, નોથૅ બગૅન બીઝનેસ એન્ડ સિટીઝન્સ કાઉન્સિલના સીઇઓ શ્રીમતી રેખાબેન નંદવાણી, ડેમેક્રેટીક પાટીઁના સ્ટીયરીંગ મેમ્બર, અપના ઘર રિયલ્ટીના પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઇ શાહનું સન્માન શબ્દોથી સાથે ફ્લાવર બુકેથી કરવામાં આવ્યું. read more
 

જસ્ટ લાઇફ હોમ એડલ્ટ ડે કેર રેરીટન સ્ટ્રીટ

દિપોત્સવી પવૅ અને ઉજવણી: વિજયાદશમી બાદ તુરત જ સુશ્રી ભકિતબેને એમના પરિચિત સુરતના પ્રોફેસરશ્રી જીવણભાઇ પી. પટેલ યોગશિક્ષકના પ્રવચનનું આયોજન કયુઁ. શ્રી પટેલ સાહેબે જીવનમાં યોગનું મહત્ત્વ, તેના સિધ્ધાંતો અને તેથી થતા લાભાલાભની વિગતે ચચૉ કરી સૌને સમજ આપી. દિપાવલીની ઉજવણીનો ધમધમાટ રમા એકાદશીથી શરૂ થાય છે. અમારા કેંદ્રમાં આ બેરંગી પતાકાઓ, મનમોહક તોરણો તેમજ સુશ્રી કેરન મેડમના માગૅદશૅન હેઠળ તૈયાર કરેલ રંગોળીથી દિવાલો શોભી રહી હતી. સૌ સભ્યો નીતનવા-પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઇ, પરસ્પર હેતુ-પ્રેમની અભિવ્યક્તિ કરી દરિયાવ દિલ એ મળવા અને નૂતનવષૅની અંત:કરણપૂવૅક શુભકામના પાઠવી, સંબધોનું સંવવૅધન કરવા જોવા મળ્યા. સુશ્રી ભક્તિબેને દિવાળી પાટીઁનું સ્વતંત્ર આયોજન હોટલ ગુરુ પેલેસમાં આયોજનપૂવૅક ગોઠવ્યું, તે પૂવેઁ સંસ્થાના ભાવિકોએ સંયુક્ત રીતે પ્રવેશદ્વાર પર સૌ વડીલોનું ઉષ્માભયુઁ સ્વાગત કયુઁ. જેણે અનોખી કૌટુંબિક પરંપરાની યાદ તાજી કરી. સૌ સભાપદોને સેન્ટરથી હોટલ અને હોટલથી સ્વસ્થાને પહોંચાડવાની બિનચુક જવાબદારી ટ્રાન્સપોટેઁશન, અગ્રણી શ્રી પિનાકીનભાઇએ સુપરે નિભાવી. અને નિ:સ્વાથૅ સેવા-સમપૅણની ભાવના ઉજાગર કરેલ. હોટેલ ખાતે સૌ સભ્યોએ વિવિધ વ્યંજન માણ્યા. read more
 

સેકેન્ડ ઇનિંગ મેડિકલ ડે કેર સેન્ટર-નોથૅ બ્રુન્સવીક

ઉપરોક્ત સંસ્થામાં ધમૅભાવનાનું એક અનોખું અદ્વિતીય પ્રસંગનું નજરાણું માન.શ્રી અજયભાઇ પટેલના વડપણ હેઠળ સજૅવામાં આવ્યું. પ્રસંગ ધામિઁક ભાવનાનો શિરમોર ‘તુલસી વિવાહ’ હિન્દુ ધમૅમાં આ પ્રસંગને ત્યાગ-ભાવનાના બંધનથી દરેક માતાપિતા પોતાની લાડી દિકરીને પરાયે ઘેર વરાવતા હોય છે, આનંદ અને ઉત્સાહ સ્નેહ અને હ્રદયની માતૃત્વ સંવેદનાના કરુણ લાગણીઓના અને હષૅ અને દિલના કલેજાથી પ્યારા બાળકને વિદાયા કરતા અશ્રુધારાઓ કંઇક સંકેત દે છે. ‘દિકરીઅને ગાય..દોરે ત્યાં જાય..’ ખરેખર સેન્ટર હોલમાં ભવ્ય લગ્ન સમીયાણો રંગબેરંગી તોરણો અને ચંદરવાથી સુશોભિત કયોઁ. આ વ્યવસ્થા શ્રી વિરલ પટેલ અને દિલીપભાઇએ સંભાળી હતી. સવેઁ દાદા-દાદીઓ ભારતીય પોષક ધારણ કરી પધાયૉ હતા. બેસવા માટે સુંદર વ્યવસ્થા, સ્ટાફ-મિત્રોનો ફાળો નોંધનીય હતો. લગ્ન-મોયરું, લાઇટીંગ અને સુંદર સજાવટ નજરે પડતા હતા. કન્યા પક્ષે તુલસીજીના માતાપિતા શ્રી રણજીતરાય દેસાઇ અને રેખાબેન દેસાઇ મોયરામાં બિરાજમાન થયા. લગ્ન શાસ્ત્રોક્ત વિધિ માટે શ્રી વિપુલ શાસ્ત્રી પધાયૉ હતા. લગ્નવિધિ મંત્રોચ્ચારથી શરૂ કરવામાં આવી અને વરરાજા અને જાનૈયાઓના આગમનનો સમય થયો. ઢોલક અને ત્રાંસા અને શરણાઇના સૂર સાથે વરરાજાનું આગમન. લગ્નગીતોની રમઝટ. ભગવાન શ્રીકૃષ્ણ ને કન્યાના માતાપિતાએ હિંદુવિધિથી આરતી અને પોંખવાની વિધિ કરી. મોંયરામાં ધામિઁક લગ્નપદો અને વિધિ શરૂ થઇ. read more
 

ગોલ્ડન એરા એડલ્ટ ડે કેર સેન્ટર એડીસન

ઉપરોક્ત સંસ્થામાં ઓક્ટોબર-નવેમ્બર માસ દરમ્યાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી. જેમાં સવૅ પ્રથમ ગાંધી જયંતિના ૧૫૦મા વષૅની ઉજવણી કરવામાં આવી. જેમાં સંચાલકશ્રી બિમલ જોષી અને અન્ય સભ્યો દ્વારા પ્રાસંગિક પ્રવચન, ગાંધીજીની જીવનના પ્રસંગો અને તેમની સુંદર રચનાઓનું ગાન કરવામાં આવ્યું. ત્યારબાદ નવરાત્રિમાં રંગબેરંગી રોશની, સાડીઓથી સુશોભિત સજાવટ, દરરોજ રાસ-ગરબા-આરતી પ્રસાદને લ્હાણી. દશેરાના દિવસે રાવણદહન અને ફાફડા-જલેબીની જયાફત. દિવાળી પવૅના પાંચેય ઉત્સવો. દરરોજ મઠીયા-ચોળાફળી-ઘૂઘરા-મીઠાઇ અમે ગોલ્ડન એરાના થેલામાં ગીફ્ટ તો ખરી જ. બેસતુ વષૅ બીએપીએસ મંદિર, પાલિઁન મંદિર-દેવદશૅનનો લ્હાવો. સત્યનારાયણની કથા અને મહાપ્રસાદ. read more
 

ઇન્ડો-અમેરિકન સિનીયર સિટીઝન્સ એસો. ઓફ પીસ્કાટવે

ઉપરોક્ત સંસ્થાની નવેમ્બર માસની બથૅડે પાટીઁ જે.એફ.કેનેડીના હોલ ખાતે તા. ૨૨-૧૧-૨૦૧૯ના રોજ યોજાઇ હતી. શ્રીમતી લીલાબેન અમીનના સ્વરે રજુ થયેલ પ્રાથૅના દ્વારા કાયૅક્રમનો મંગલપ્રારંભ કરવામાં આવ્યો હતો તથા સંવાહકશ્રી રમેશ પટેલ, હંસાબેન જોશીના તા. ૧૦-૧૭-૨૦૧૯ના રોજ થયેલ દુ:ખદ અવસાનની સભાગૃહને જાણ કરી સ્વગૅસ્થના આત્માને ચિર શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અપૅણ કરવામાં આવી હતી. કિતીઁભાઇએ ડિસેમ્બરમાસમાં તા. ૧૨-૧૧-૨૦૧૯ના રોજ યોજનાર નાતાલની પાટીઁની સભાજનોને જાણ કરી હતી તથા સભ્યોને કંઇ પણ કહેવું હોય તો આગળ આવી તેની જાણ કરવા વિનંતી કરી હતી અને કારોબારીમાં કામની ક્ષમતા પ્રમાણે સભ્યો લેવાય છે અને તેમની શક્તિઓના ઉપયોગથી જ સંસ્થા સારી રીતે ચાલી શકે છે તેમ જણાવ્યું. ત્યારબાદ ભીખુભાઇ પટેલ અને અલ્પાબેન પરીખે સુમધુર સ્વરે ગીત-ભજન રજુ કયૉ. અમૃતભાઇ હઝારીએ સમય કોણે શોધ્યો અને સમયનું વિશ્લેષણ-દિવસ-રાત-કલાક-મિનિટ-પૃથ્વીને સૂયૅની આસપાસ ફરતા લાગતો સમય વિગેરેની સુંદર માહિતી રજુ કરી હતી. ડો. અરૂણભાઇ પટેલે હેપી ઇન્ટરનેશનલ મેન્સ ડે વિશે વાત કરતા પુરુષ વિશે સાહિત્યમાં થોડુંક લખાણ છે તેવો ખેદ વ્યક્ત કરી પુરુષને સાત રંગોના મેઘધનુષ સાથે સરખાવી સહકાર-સંવેદના-સલામતી-સમપૅણ જેવા ઉમદા ગુણોની સુંદર વાત કરી હતી. read more
 

આઇ.બી.એ. ગાલા ડીનર

આઇ.બી.એ., ન્યુજસીઁ-અમેરિકા એટલે ભારતીય-અમેરિકનોનો ગઢ. ઈઝલીન-એડીસન શહેરનો ગઢ. ભારતીયોનો સામાજિક અને સાંસ્કૃતિક ગઢ. ઇન્ડીયન બિઝનેસ એશો. ઇન્ક. તરીકે રજીસ્ટડૅ આ સંસ્થાએ ઓક્ટોબર 30, ૨૦૧૯ને બુધવારે સાંજે ૭-૦૦ કલાકે તેની દિવાળી પાટીઁની ઉજવણી, રોયલ આલ્બટૅ પેલેસમાં ધામધૂમથી માણી હતી. આજની આ ગાલા દિવાળી પાટીઁના ચીફગેસ્ટ શ્રી રાજ પંડ્યા હતા(લાસૅન એન્ડ ટુબ્રો કંપનીના). સંસ્થાના પ્રમુખશ્રી ધીરેન અમીન, ચેરમેનશ્રી ચંદ્રકાંત પટેલ, વાઇસ ચેરમેનશ્રી મનહર શાહ, વાઇસ ચેરમેનશ્રી મહેશ શાહ, એક્ઝિક્યુટીવ વાઇસ પ્રમુખ શ્રી હષૅદ પટેલ, એક્ઝિક્યુટીવ વાઇસ પ્રમુખ શ્રી દિલીપ પટેલ અને સેક્રેટરીશ્રી પ્રફુલ્લ પટેલની આગેવાની અને કડી મહેનતે આજનો કાયૅક્રમ સંપૂણૅ સફળ બનાવ્યો હતો. આઇ.બી.એ., એક નોન પ્રોફિટ ઓગેઁનાઇઝેશન છે.(૨૦૧૭થી) read more
 

વુડબ્રીજ એસોશિએસન

ઇન્ડો અમેરિકન સિનીયસૅ એસો. ઓફ વુડબ્રીજ ટાઉનશીપના સભ્યો માટેની બથૅ ડે પાટીઁની ઉજવણી એસો.ની પ્રવૃત્તિઓમાં શિરમોર ગણાય છે. નવેમ્બર માસની ૨૪ તારીખને રવિવારે સપ્ટેમ્બર-ડીસેમ્બર દરમ્યાન જેમની જન્મતારીખ આવતી હોય તેવા સૌ સભ્યો માટે વાત્સલ્ય ડે કેર સેન્ટરમાં બથૅ ડે પાટીઁનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે ૮૦ થી વધુ સભ્યોની હાજરીમાં, શ્રી શીવાના સુમધુર કંઠે ગવાયેલ ગીતોના રસથાળમાં ડુબીને સૌએ આનંદભેર બથૅ ડે પાટીઁમાં ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની શુભેચ્છાઓ ઉપરાંત જેમની ૭૫-૮૦-૮૫મી વષૅગાંઠ હતી તે સૌનું શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી હેમીબેન પટેલ તથા શ્રી મહેશભાઇ સ્વાલીએ પણ ગીતો રજૂ કરી આનંદમાં ઉમેરો કયોઁ હતો. કાયૅક્રમને અંતે સ્વાદિષ્ટ ભોજનમાં એસો. સભ્યશ્રી દિપકભાઇ તથા મનોરમાબેન ભટ્ટ તરફથી તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ત્રીરંગી બરફી પીરસવામાં આવી હતી. read more
 

યુનિયન કાઉન્ટી સિનીયસૅ એસોશિએશન

ઉપરોક્ત સંસ્થાની તા.૨૪ નવેમ્બરને રવિવારે મળેલ સભામાં સૌ સભ્યોનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. સભાની શરૂઆત પ્રાથૅનાથી કરવામાં આવી. સંસ્થાના સભ્યશ્રી ધમિઁષ્ઠાબેન પંડ્યાના બનેવી સ્વ. શ્રી જસવંતભાઇ વ્યાસ અને સભ્યશ્રી મોહનભાઇ ચૌહાણના બેન સ્વ. નીરુબેનના અવસાન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. બંનેના આત્માને શ્રધ્ધાંજલી અપૅવામાં આવી. મુખ્ય કાયૅક્રમમાં વિષ્ણુભગવાનના સહસ્ત્રપાઠનું આયોજન સંસ્થાના ટ્રસ્ટીશ્રી અનીલભાઇ પટેલ અને શ્રીમતિ સુયૉબેન અનીલભાઇ પટેલ તથા તેમના સહયોગી વડે કરવામાં આવ્યું. આ વખતના કાયૅક્રમના સ્પોન્સર પણ તેઓશ્રી હતા. જેઓ સંતરામ ભક્ત સમાજ સાથે પણ જોડાયેલ હોઇ ધામિઁક આયોજનોમાં સહયોગ આપે છે. ‘વિષ્ણુ સહસ્ત્રપાઠ’ નું સુંદર રીતે સ્પષ્ટ ઉચ્ચારણથી અત્રે સભામાં પધારેલ દરેકે ઉત્સાહપૂવૅક પઠન કરવામાં અને સાંભળવામાં ભાગ લીધો. read more
 

વીમેન્સ વીંગ અન્નકૂટ મનોરથ

વુડબ્રીજ સિનીયસૅ એસો.ના વીમેન્સ વીંગ તરફથી દરેક વષૅની જેમ આ વષેઁ પણ અન્નકૂટ મનોરથ ખૂબ ભાવવાહી રીતે તા. ૨જી નવેમ્બરના રોજ ઉજવાઇ ગયો. આ અન્નકૂટના મુખ્ય યજમાનશ્રી અનસૂયાબેન અમીનના નવા નિવાસસ્થાને યોજયો હતો. શ્રી કૃષ્ણના મધુર સ્વરૂપ સમક્ષ સૌ વીમેન્સ વીંગની બહેનોએ ગોપીભાવે ભાતભાતની વાનગીઓ ધરાવી હતી. શ્રી સુમનબેન, રૂપલબેન અને સંગીતાબેનની ધગશ અને વીમેન્સ વીંગની બહેનોની સહાયથી અન્નકૂટની સજાવટે વિશેષરૂપ ધારણ કયુઁ હતું. વીમેન્સ વીંગના કાયૅકતૉઓશ્રી ભગવતીબેન શાહ, શાન્તાબેન, સંગીતાબેન અને અનસૂયાબેન અમીન ઉપરાંત એસો.ના પ્રમુખશ્રી રમણભાઇ ઉપરાંત શ્રી સુભાષભાઇ, ભગવતભાઇ, અમૃતભાઇ, મધુભાઇ તથા અન્ય કારોબારી સભ્યો અને અન્ય સભ્યોની હાજરીથી અન્નકૂટ ભયોઁ ભયોઁ લાગતો હતો. અન્નકૂટના દશૅનની સાથે જ ભજન અને ભોજનને પણ સૌએ આનંદથી વધાવ્યા હતા. read more
 

ઇન્ડો-અમેરિકન સિનિયર સિટીઝન્સ ઓફ ઓલ્ડબ્રીજ

ઉપરોક્ત સંસ્થા દ્વારા નવા વષૅના અન્નકૂટનો કાયૅક્રમ સોમવાર તા.૪-૧૧-૨૦૧૯ના રોજ ઓલ્ડબ્રીજ લાયબ્રેરીમાં સવારે ૧૦-૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. અને તેમાં ૧૨૫ ભાઇ-બહેનોએ લ્હાવો માણ્યો હતો. સભાની શરૂઆત વંદનાબેન મહેતાની પ્રાથૅનાથી થઇ હતી. અને ત્યારબાદ કોકીલાબેન શાહ, ચંદનબેન મહેતા, નીમુબેન કબરીયાએ સુંદર ભજન ગાયા હતા અને દિવાળી તથા અન્નકૂટની મહિમાનો વિસ્તારપૂવૅક સમજ અને માહિતી આપી હતી. તેમજ હસુબેન પોરેચાએ રમુજી ટચુકાઓથી સૌને હસાવ્યા હતા. શ્રી ચંદ્રકાન્ત પંચાલે ક્રૂઝ બાબતની માહિતી આપી હતી. સંસ્થાના પ્રમુખશ્રી કેશુભાઇ ગડાએ નજીકમાં આવી રહેલા કાયૅક્રમની માહિતી આપી અને આમંત્રિત મહેમાનો તેમજ હાજર રહેલા સવેઁને નવા વષૅના અભિનંદન આપી સવેઁનું સ્વાગત કયુઁ હતું. હાજર રહેલા મિડલસેક્સ કાઉન્ટીના પ્રમુખશ્રી પોપટભાઇ પટેલે સંબોધન કયુઁ હતું અને શ્રી કિરણભાઇ દેસાઇએ હાલની રાષ્ટ્રીય પરિસ્થિતિ બાબત ચિંતા વ્યક્ત કરી હતી અને સવેઁને નવા વષૅની શુભેચ્છા આપી હતી. read more
 

સેકેન્ડ ઇનિંગ એડલ્ટ ડે કેર સેન્ટર વ્હીપ્ની

ઉપરોક્ત સંસ્થામાં દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવે છે. બેસતા વષૅના દિવસે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઠાકોરજીને વિવિધ મીઠાઇઓ અને વાનગીઓ ધરાવવામાં આવી હતી. સેન્ટરના ભાઇ-બહેનો અવનવી વાનગીઓ બનાવી લાવ્યા હતા. ભગવાનના પ્રાગ્ટયના સુંદર ભજન પણ ગાયા હતા. છેલ્લે આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા. ૩૧ઓક્ટોબરે હેલોવીનના દિવસે કોન્ટેસ્ટ રાખવામાં આવી હતી. કોન્ટેસ્ટમાં અલગ અલગ કેટેગરીમાંઅનુક્રમે જયંતિ પંડ્યા, ચંદ્રિકા શાહ, મ્રૃદુલાબેન, મંજુલાબેન, લીલાબેન, નીશાબેને ભાગ લીધો હતો. દરેકને અલગ અલગ પ્રાઇઝ આપવામાં આવી હતી. read more
 

જસ્ટ લાઇફ હોમ એડલ્ટ ડે કેર સેન્ટર, રેરીટન સ્ટ્રીટ

ઉપરોક્ત સંસ્થામાં પવિત્ર તહેવાર રક્ષાબંધન, ૭૩મો સ્વાતંત્ર્યદિન, ઉત્સાહ અને પ્રેમપૂવૅક ઉજવાયો હતો. રક્ષાબંધન નિમિત્તે શ્રી ભકિતબેન પટેલે સેન્ટરમાં ઉપસ્થિત વડીલ દાદા-દાદીઓને સ્નેહપૂવૅક પેંડા ખવડાવી પોતાનો પ્રેમભાવ વ્યક્ત કયૉ હતો. ૭૩મો સ્વાતંત્ર્યદિન નિમિત્તે નાના તિરંગા ધ્વજ, કેન્દ્રના બહેનો પાસે કેરન મેડમે સુંદરકામ લઇ સજાવટ તૈયાર કરાવી હતી. શ્રી કમલેશભાઇ શાહે રાષ્ટ્રગાન કરાવ્યું હતુ. સૌએ સમૂહમાં સલામી આપી હતી. એક દિવસમાં દ્વિગુણી આનંદ માણ્યો હતો. read more
 

નાના વેપારીઓ માટે ખુશખબર

નાના વેપારીઓને ખુશીના સમાચાર એ છે કે નવી ટેકનોલોજી ‘પી.ઓ.એસ. ઇકોસિસ્ટમ’ નો ઉપયોગ નાના વેપારીઓને આજના સમયમાં વેપારવૃધ્ધિમાં મદદા કરી શકે છે. કોમ્પ્યુટર ટેકનોલોજીનો વિકાસ થયો તે પહેલા નાના વેપારીઓ સીધું સાદું કેસ રજિસ્ટર વાપરતા હતા. આ કેસ રજિસ્ટરમાં થોડી જ માહિતી વાપરવા મળતી હતી. ઘરાકની લખેલી વસ્તુઓનું બીલ બનાવવું અને પૈસા મુકવાના ડ્રોઅરને ખોલબંધ કરવાની સગવડ મળતી. કદાચ નવી પધ્ધતિનું કેસ રજીસ્ટર હોય તો રસીદ છાપી આપે. read more
 

સ્ટલિઁગ એડલ્ટ મેડિકલ ડે-કેર

ન્યુજસીઁની નોથૅ બ્રુન્સવીક ખાતે સ્ટલિઁગ ડે-કેરમાં તાજેતરમાં અન્ન્કૂટનો સુંદર પ્રસંગ ઉજવાયો હતો. હિન્દુ પરંપરા મુજબ દિપાવલીના પવોઁમાં શાસ્ત્રોક્ત રીતે ગોવધૅન પુજા અને અન્ન્કૂટનું વિશેષ મહત્વ અંકાય છે. આ સેન્ટરમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મૂળના બહુધા વરિષ્ઠજનો આવે છે. અહીંનું એક ખાસ વાતાવરણ અને સેન્ટરમાં આવેલ ભગવાનનું સ્થાનક સહુની આસ્થાનું પ્રતિક બની ગયેલ છે. સમયાંતરે ભજન, ભક્તિ અને કથાના કાયૅક્રમો અહીંયા અવારનવાર યોજાતા હોય છે. ચાલુ વષેઁ સૌ સિનિયરોની લાગણીને માન આપી અહીં અન્ન્કૂટના કાયૅક્રમનું સહુ પ્રથમવાર અનોખું આયોજન થયું હતું. આ અન્નકૂટના પ્રોગ્રામ માટે સેન્ટરમાં આવતા લગભગ પ્રત્યેક વરીષ્ઠોએ સ્વૈચ્છિક રીતે તેઓની પ્રભુ પ્રત્યેના ભક્તિ ભાવના રૂપે વિવિધ વ્યંજનોના વિવિધ થાળનું સ્વયં પાકી શુધ્ધ ભોજન તૈયાર કરેલ હતું. સહુના મનના ઉચ્ચભાવો અહીં અન્નકૂટમાં જે રીતે વ્યક્ત થયા હતા કે જાણે છપ્પનભોગનો ભવ્યાતિભવ્ય મહામહોત્સવ દશૅન થતો હતો. અન્નકૂટના અદ્દ્ભુત આયોજન માટે સેન્ટરના મુખ્ય કારભારી સેજલબેન દસૌંન્દી અને સ્ટાફની જહેમત દાદ માંગી લે તેવી હતી.એકંદરે સેન્ટરના સહુ સિનિયસૅ વડીલોએ આ કાયૅક્રમને સુંદર રીતે માણ્યો. read more
 

ઇન્ડો-અમેરિકન કાઉન્સિલ ઓફ સિનીયસૅ ઓફ એડિસન

સંસ્થાની સિલ્વર જ્યુબલી વષૅની ઉજવણી વાષિઁક સામાન્ય સભાની સાથે દિવાળી આત્મીય સ્નેહમિલન તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૯ને રવિવારના રોજ રોટલ ગ્રાન્ડ મેનોર એડિસન ઉજવાઇ ગયો. વાષિઁક સામાન્ય સભામાં સંસ્થાના મકાન ફંડ અંગેનું, જનરલ ફંડ અને પરિવતીઁત કરવામાં આવશે. સિલ્વર જ્યુબલી વષૅની ઉજવણીના પ્રતિકરૂપ સંસ્થાના લોગો સાથેના ૨૫ ગ્રામ ચાંદીનો સિક્કો સૌ ઉપસ્થિત સભ્યોને તથા આથિઁક સહાય કરનારા અને આમંત્રિત મહેમાનો ને પણ આપવામાં આવ્યો. વાષિઁક સામાન્ય સભામાં સંજોગોવસાત અનઉપસ્થિત થનાર સભ્યોની વિનંતીથી પ્રમુખશ્રી રતિભાઇ પટેલે નક્કી કયુઁ છે કે અનઉપસ્થિત રહેનાર સભ્ય ૨૦ ડોલર ભરી ચાંદીનો સિક્કો મેળવવાને હકદાર રહેશે. સંસ્થાએ નક્કી કયૉ મુજબ શ્રીમતી સુશિલાબેન પટેલ(૭૩૨-૯૮૩-૭૫૨૩) પાસેથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં પોતાનું આઇકાડૅ દશૉવી મેળવવાનું રહેશે. read more
 

ટોમ્સ રીવર ટાઉનના સિધ્ધિવિનાયક સંકુલમાં તુલસીવિવાહની ભવ્યાતિભવ્ય ઉજવણી

ન્યુજસીઁ સ્ટેટના સાઉથમાં ટોમ્સ રીવર ટાઉન ખાતે તા. ૮ અને ૯મી નવેમ્બર ૨૦૧૯ના રોજ તુલસી વિવાહના કાયૅક્રમનું ઉત્સવપ્રેમી ભાવિકજનોએ ખૂબ સારી સંખ્યામાં હાજરી આપી હતી. તુલસીવિવાહના આ પ્રોગ્રામમાં પ્રથમ દિવસે તારીખ ૮-૯ નવેમ્બરના રોજ સુર-તાલ અને લયના સાનિધ્યમાં યાદગાર રાસ અને ગરબા કરવામાં આવ્યા હતા. ભક્તિસર વાતાવરણમાં તુલસીવિવાહના કાયૅક્રમને વધુ રંગીન બનાવવા બાદમાં કેરી ઓકે સિસ્ટમનું અદ્દ્ભુત આયોજન કરાયું હતું. જેમાં સંગીતની મસ્તીની એવી અનુભૂતિ થઇ કે સમયની મયૉદા ભુલી ગયા હતા. read more
 

મનરો એડલ્ટ ડે કેર

તહેવારો તો ચાલુ રહ્યા છે. નવરાત્રિ માંડ પુરી થઇને આવી દિવાળી. દિવાળી પાટીઁ તો દર સાલ મનરો એડલ્ટ ડે કેરમાં ઉજવાય જ છે. આ વષૅ વિવિધતા એ રહી છે કે દર વષૅની જેમ કોઇ રેસ્ટોરાંમાં નહિં પણ મનરો એડલ્ટ ડે કેરના વિશાળ હોલમાં જ તેની ઉજવણી કરી. હોલને ખુબ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સંગીત માટે સંજય શાહનું ગ્રૃપને ખાસ આમંત્રણ આપેલું. સરસ ગીતોની મહેફિલ જામી. તે દિવસે જમવામાં પણ સારીસારી વાનગીઓ હતી. મનરોના હોલમાં જ દિવાળી ઉજવવાનો વિચાર ખુબ આવકારદાયક લાગ્યો. સવેઁને આ ચેન્જ ગમ્યો. read more
 

કેર ફોર એવર ડે કેર એડીસન

ઉપરોક્ત એડલ્ટ ડે કેરમાં નવેમ્બર માસમાં આવતા તહેવારો તથા જે સભ્યોના જન્મદિવસ હોય તેની પ્રસંગ પ્રમાણે ઉજવણી કરવામાં આવી. જન્મદિન મુબારક તથા આશીઁવાદ પાઠવવામાં આવ્યા. ‘તુલસીવિવાહ’ની ઉજવણી લગ્નપ્રસંગ પ્રમાણે વિધિપૂવૅક કરવામાં આવી. લગ્નગીતોની રમઝટ સાંભળવા મળી. દરેકે ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો. અમેરિકાના લશ્કરી જવાનોની શહીદીની યાદમાં ‘વેટનૅ ડે’ની દિવસે શહાદત કરવામાં આવી. એડલ્ટ ડે કેરમાં સંયુક્ત કુટુંબમાં રહેતા હોઇએ તે રીતે દરેક મળીને, સંપીને, સહકારથી પ્રેમ ભરેલા વાતાવરણમાં સમય પસાર કરે છે. આયોજકો, કમૅચારીગણ, અન્ય સેવાભાવી સહયોગી વડે પ્રેમપૂવૅક વાતાવરણમાં પ્રેમથી પીરસેલ રસોઇ જમીને સંતોષ અનુભવે છે. મેડીકેઇડ ધરાવતા સિનીયર ભાઇ-બહેનો આ સંસ્થાની મુલાકાત લઇ રજીસ્ટ્રેશન કરાવે છે. વધુ જાણકારી માટે શ્રી હિતેષભાઇ : ૭૩૨-૬૬૪-૫૩૫૪, શ્રી દેવેન્દ્રભાઇ દવે: ૪૨૫-૯૯૬-૩૩૧૨ અને શ્રી કેતનભાઇ પટેલ: ૭૩૨-૫૮૧-૫૨૬૮ તથા સંસ્થાના ફોન નં. ૭૩૨-૬૪૬-૮૪૮૩ ઉપર સંપકૅ સાધવા વિનંતી....(માહિતી: સંસ્થાના સૌજન્યથી) read more
 

ક્લોનિયામાં દિવાળી દિપ દશૅન

શ્રી નર-નારાયણ દેવ સ્વામિનારાયાણ મંદિર અમદાવાદ ગાદિ સંચાલિત ન્યુજસીઁ સેન્ટ્રલ વિભાગમાં કલોનિયા મંદિરમાં સ્વામિનારાયાણ મંદિર કે નર-નારાયણ મંદિર તરીકે ઓળખાતા આ મંદિરમાં સૌના પ્રિય વિધ્વાન મહંતસ્વામી અજયપ્રકાશ દાસજીના સાનિધ્યમાં એકાદશી તથા નૂતનવષૅ સુધીના દિવાળી પવૅ દરમ્યાન દશૅનનો લ્હાવો સૌ ભક્તો દ્વારા પ્રાપ્ત થ્યો હતો. દિવાળીના દરેક પવૅ દરમ્યાન સ્વામીશ્રીએ સુંદર કથા-વાતૉ તથા દરેક ઉત્સવોનું મહાત્મય તેમની કથાના સારરૂપે જણાવ્યું હતું તે શ્રવણ કરીને સૌને આનંદ પ્રાપ્ત થયો હતો. ધનપૂજન, ચોપડા પૂજન, દિવાળી દિપ દશૅન તથા નવા વષૅ નિમિત્તે અન્ન્કૂટ ઉત્સવના દશૅનનો લ્હાવો સ્વામીજી દ્વારા પ્રાપ્ત થયો હતો. સમગ્ર મંદિરના હોલને, મંદિરને તથા સુવણૅ સિંહાસનમાં બિરાજમાન સવેઁ દેવો સમક્ષ સુંદર મજાના દિપ દશૅન નિહાળવા મળ્યા હતા. read more
 

શ્રીનાથજી હવેલી-બેનસેલમ

બેનસેલમમાં આવેલ શ્રીનાથજી હવેલીમાં નવેમ્બર ૧૦ને શનિવારના રોજ સવારે શ્રી ગિરીરાજજીની પૂજાનો લ્હાવો ઉપસિથત વૈષ્ણવોએ લીધો હતો.સાંજના ૫-૦૦ કલાકે શ્રી ઠાકોરજીને છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.આ સાથે ભજન કિતૅનના માહોલમાં સૌ વૈષ્ણવો ભાવવિભોર થઇ ગયા હતા. મહાપ્રસાદ ગ્રહણ કરી આનંદની લાગણી સાથે વૈષ્ણવો પોતાના ઘર તરફ રવાના થયા હતા....(માહિતી: શશીકાન્ત પરીખ) read more
 

ડિસેમ્બર-૨૦૧૯ માસના તહેવાર

૦૮ મોક્ષદા એકાદશી ૧૧ વ્રતની પૂનમ ૧૫ સંકષ્ટ ચતુથીઁ ૨૨ સફલા એકદશી ૨૫ નાતાલ ૨૬ અમાસ read more

ફોટો ગેલેરી

     
NEW YEAR 2017 કાળું નાણું Indian Republic day 2019

વિડીઓ