નડિયાદ માં શોભાયાત્રા ની સાથે સાથે કાલ્વીશેષ નું આયોજન કરવામાં આવ્યું હતું શિવધૂન ની સાથે દૂધ, પાણી, શેરડી નો રસ, તેમજ કાળાતલ નો અભિષેક કરવા ઉપરાંત બીલીપત્ર થી શિવલિંગ નું પૂજન કરાયું હતું અન્ય શિવાલયો માં પણ રુદ્ર પૂજા તેમજ મહા પૂજા નું અયોઉજાન કરેલ હતું.
read more
|
|
ગુજરાતમાં ડાકોર ખાતે આવેલ પવિત્ર યાત્રા ધામ ડાકોરમાં ૪૦૦૦૦૦ થી વધુ ભક્તો પગપાળા તેમજ આજુબાજુના પંથકમાંથી શ્રદ્ધા પૂર્વક ડાકોર ખાતે પધારેલ હતા
read more
|
|
ફરી એકવાર વિદ્યાર્થિનીઓ અગ્રેસર : વિદ્યાર્થિનીઓનું સરેરાશ 73.33 % જ્યારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 64.69 %
પરિણામ ઊચું બતાવવા બોર્ડની આંકડાની માયાજાળ
ધોરણ-10નું પરિણામ ઊચું દેખાય તે માટે બોર્ડે આંકડાની માયાજાળ રચી હતી. બોર્ડ દ્વારા આ વખતે નિયમિત, રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓના પરિણામ અલગ અલગ બતાવ્યા હતા. પરંતુ તેમણે એકંદેર પરિણામ જાહેર કર્યુ ન હતું. જેના પગલે પ્રથમ દૃષ્ટિએ બોર્ડનું પરિણામ 68.24 ટકા જેટલું દેખાતું હતું. પરંતુ આ પરિણામ માત્ર નિયમિત વિદ્યાર્થીઓનું જ હતું. ખરેખર તો પરીક્ષામાં જેટલા વિદ્યાર્થી બેઠા હોય તેના આધારે પરિણામ જાહેર કરવામાં આવે છે. પરંતુ પરિણામ ઊચું બતાવવા માટે માત્ર નિયમિત વિદ્યાર્થીઓનું જ પરિણામ જાહેર કરી પરિણામ ઊચું બતાવવામાં આવ્યું છે.
પાંચ ગુણના ગ્રેસિંગથી અનેક વિદ્યાર્થી બચી ગયા
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં ગણિત અને વિજ્ઞાનમાં અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જોકે આ આંકડો વધુ ઊંચો હોત, પરંતુ બોર્ડ દ્વારા અનેક વિદ્યાર્થીઓને પાંચ માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું. જેના કારણે મહત્તમ પાંચ માર્કના લીધે નાપાસ થતાં હોય તેવા વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા હતા. બોર્ડના પરીક્ષા સચિવ બી.એસ. પંચાલે જણાવ્યું હતું કે બોર્ડના ધોરણ-10ના પરિણામમાં વિદ્યાર્થીઓને નિયમ મુજબ પાંચ માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. એક વિષયમાં મહત્તમ પાંચ માર્ક ગ્રેસિંગ આપવાના નિયમનો આ વખતે પણ અમલમાં મુકવામાં આવ્યો હતો.
કેટેગરી 2016 2017 વધારો-ઘટાડો
નિયમિત 67.06% 68.24% 1.18% વધારો
રિપીટર 20.56% 13.54% 7.02% ઘટાડો
પ્રાઈવેટ 8.16% 6.98% 1.18% ઘટાડો
કુલ પરિણામ 54.93% 53.10% 1.83% ઘટાડો
પરિણામમાં કેટલો વધારો-ઘટાડો
A-1 ગ્રેડમાં
3750
ॻ ગતવર્ષ કરતા પરિણામમાં 1.83 ટકાનો ઘટાડો ॻ સૌથી વધુ સુરત જિલ્લાનું 79.27 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું નર્મદા જિલ્લાનું 46.90 ટકા રિઝલ્ટ
read more
|
|
મધ્યપ્રદેશના સીએમએ અમરકંટકથી નર્મદા યાત્રાનો ડિસેમ્બરમાં પ્રારંભ કર્યો, એપ્રિલમાં પીએમની ઉપસ્થિતિમાં સમાપન થયું પ્રદેશ પ્રમુખ પછી હવે મુખ્યપ્રધાન રૂપાણી આદિવાસી નર્મદા અને ભરૂચ જિલ્લાનો પ્રવાસ કરશે નર્મદા કિનારાની બન્ને તરફ વૃક્ષારોપણ, કિનારાના ગામોમાં સ્વચ્છતા અભિયાનને આવરી લેવાશે
read more
|
|
આયાતી કોલસો મોંઘો થવાથી અદાણી પાવરને મુંદ્રા પ્રોજેક્ટ પોસાય તેમ નથી
read more
|
|
જે સ્કૂલોમાં CCTV હતા ત્યાં જ પરીક્ષા કેન્દ્રો અપાયા
રાજ્યમાં ૫૭૮ બિલ્ડીંગોમાં ગુજકેટની પરીક્ષા લેવાશે
read more
|
|
બધું જ બનાવટી હોય તો આકરી સજા જ જોઇએ
વેપારીઓને આકરી સજા અને દંડની જોગવાઇ કરાઇ છે તેના કારણે અધિકારીઓ વેપારીઓને ગભરાવશે તેવી વિપક્ષની રાવ અંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગંભીર ગુના હોય તો તેની સજા પણ મોટી હશે. પેઢી કે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય અને નકલી બિલ બનાવે કે બધુ જ બનાવટી રજૂ કરે તેના માટે સજા પણ તેટલી વધારે હશે. 50 લાખથી વધુ રકમની કરચોરી હશે તો પોલીસ કેસ કરાશે.
ઓડિટની સત્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને અપાઇ
જીએસટીમાં ઓડિટની સત્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપવામાં આવી છે તેમ કહેતા નીતિન પટેલે એ બાબત સ્પષ્ટ કરી હતી કે, ઓડિટની સત્તા સીએને અપાઇ છે. જેમનું ટર્નઓવર 1કરોડથી વધુ હોય તેમને સીએ પાસે ઓડિટ કરાવવું પડશે. તેનાથી ઓછું ટર્નઆવર હશે તેઓ ટેક્સ પ્રેક્ટિશનર પાસે જઇ શકશે પરંતુ ઓડિટ કરાવી શકશે નહીં.
કોંગ્રેસની જિદથી 1 ટકા ટેક્સ ગુજરાતે ગુમાવ્યો
કયા ટેક્સ GST હેઠળ આવી જશે
ॿ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ
ॿ એકસાઇઝ
ॿ સર્વિસ ટેક્સ
ॿ વેટ
ॿ એન્ટ્રી ટેક્સ
ॿ લકઝરી ટેક્સ
જીએસટી મુજબ વેપારીઓ અને વ્યવસાયકારો માટે નવી જોગવાઇ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પર સૌથી ઓછો અને લકઝરી આઇટમ પર સૌથી વધુ વેરો લાગશે,ગ્રાહકને ફાયદો થશે અને વેપારીઓની હાડમારી દૂર થશે: નીતિન પટેલ
દેશભરમાં કોઇપણ ચીજ વસ્તુ પર સમાન વેરાના દર ટૂંક સમયમાં નક્કી કરાશે
1 જુલાઇથી દેશભરમાં લાગુ પડનારા ચીજ વસ્તુ કે સેવા પરની કર પદ્ધતિમાં આમૂલ સુધારા કરનારું બિલ વિધાનસભામાં કોંગ્રેસના ટેકા સાથે મંજૂર પીએમ નરેન્દ્ર મોદી પરના વિશ્વાસથી વર્ષો સુધી લટકેલા બિલને મંજૂરી મળી
read more
|
|
ગાંધીનગરમાં આજે કોંગી ધારાસભ્યોની બેઠક
# કોંગ્રેસની 10મીએ યોજાનારી પ્રદેશ કારોબારીમાં પણ પડઘા પડે તેવી શક્યતા
કોંગ્રેસમાં ભડકોઃ યાદવાસ્થળી થવાના એંધાણ
ગુજરાત સરકાર દ્વારા GST બિલ પસાર કરવા માટે 9મી મેના રોજ વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં કોંગ્રેસની રણનીતિ અંગે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સોમવારે સાંજે 6 વાગે ગાંધીનગર સરકીટ હાઉસમાં ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો પણ હાજર રહેશે.
read more
|
|
બોર્ડે આજે 6ઠ્ઠી મેના રોજ સાયન્સનું પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી હતી
read more
|
|
ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતા વધારવા મોટી સંખ્યામાં વીવીપીએટી મશિન ખરીદવા અપાઇ સૂચના
read more
|
|
ઈન્ડો અમેરિકન સિનિયર એસો.. ઓફ યુડબ્રીજ ટાઉનશિપ (I.A.S.A.W.)
ઉપરોક્ત એસો.. છેલ્લા 4 વર્ષ થી ઉજવાતી આ બર્થડે ખાતે તા.30 એપ્રિલ ને રવિવાર ના રોજ સાંજે 6.00 કલાકે ગુરુદેવ રેસ્ટોરન્ટ માં પ્રમુખ શ્રી શુભાશભાઈ શાહે પધારેલા મહેમાનો ને આવકારી રહેલા 4 વર્ષ માં સુંદર સહકાર આપવા બદલ આભાર માન્યો હતો ત્યાર બાદ નવા પ્રમુખ ની નિમણૂંક જાહેરાત કરી હતી,
આ પાર્ટીમાં નવા સભ્યોશ્રી મંસુરીભાઈ તેમના ધર્મ પત્ની શ્રીમતી રુખસાના બહેન ની બર્થડે આવતી હોવાથી તેઓ પણ આવ્યા હતા અને તેઓએ ખજૂર ના બયાન હાર્ટ માં જે ફાયદો થાય છે તેની રજૂઆત કરી તથા સંસ્થાને કમાલે ખુબ પ્રભાવિત થયા હતા સર્વ પ્રથમ બર્થડે સભ્યોની બર્થડે વિષ કરી અર્પણ બેન તથા તેમના સભાના સુમધુર કાંઠે ગવાયેલા ફિલ્મી ગીતોની ખુબજ સુંદર રજૂઆત થઇ તેમના કાંઠે ગવાયેલા ગીત અગર કોઈ બાત બિગાડ઼જાયે વખતે બધા જ સભ્યો પોટ પોતાના સખી સાથે સ્ટેજ ઉપર આવીને ડાન્સમાં જોડાયા હતા. જી કે પટેલ આંધળી માં નો કાગળ ગીત રજુ કર્યું હતું, રમણભાઈ પટેલે સર્વેને શુભેચ્છા પાઠવી હતી તથા મેં 21 ની એટલાન્ટિક ખરી વસુની હવાઈ ટાપુ અને કેનેડાના ટૂર ની જાહેરાત કરી હતી. એની ટાઇઝર અને ગુસ દેશના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડીનર ની સહુ સભ્યો એ લીધા
આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી રમન પટેલ, અમૃતભાઈ પટેલ, જીતાબેન દોશી, અનસુયાબેન, ઈશ્વરભાઈ પટેલ, પ્રજ્ઞા જોશી, ભગવતભાઈ પટેલ, રોહિત અમીન, રતિલાલ દિનેશ ગણાત્રા વગેરે ખુબજ જહેમત ઉઠાવી હતી.
read more
|
|
વિધાનસભા સંકુલના નવીનીકરણની કામગીરી સૌથી મોટો અવરોધ
બુધવારે કેબિનેટમાં ઔપચારિક ચર્ચા, જો ફેરફાર થાય તો ડિસેમ્બરમાં બજેટ પસાર કરવું પડે...
read more
|
|
ણંદ GIDCમાં પ્રથમ વુમન ઈન્ડસ્ટ્રિયલ પાર્કનું લોકાર્પણ કરાયંુ
read more
|
|
યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા યુવાશકિત સાથેનો સંવાદ-ગોષ્ઠિ કાર્યક્રમ
read more
|
|
મુખ્યમંત્રીના નિવાસસ્થાને ‘યંગ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા’ ગોષ્ઠિનું આયોજનઃ 175 યુવા સાહસિકોની ગોષ્ઠિમાં મંત્રીમંડળના સભ્ય જોડાશે
read more
|
|
મિશન સ્ત્રી શક્તિના લોન્ચિંગ પ્રસંગે CM વિજય રૂપાણી, રેલવે મંત્રી સુરેશ પ્રભુ.
read more
|
|
નબળું પરિણામ આવતાં સરકારને અનેક રજૂઆતો થઈ હતી
# સેમેસ્ટર સિસ્ટમ રદ કરવા મળેલી રજૂઆત પર ચાલી રહેલો અભ્યાસ: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
read more
|
|
ઉત્તર કોરિયાએ ચેતવણી ઉચ્ચારી છે કે પોતાના નેતૃત્વ દ્વારા પસંદ કરાયેલ કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે પરમાણુ પરીક્ષણ તે કરી શકે છે. લાંબા સમયથી આ અંગે અટકળો ચાલી રહી છે કે ઉત્તર કોરિયા લાંબા અંતરના કોઈ મિસાઈલ પરીક્ષણ કે સાતમા પરમાણુ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકાએ તેના જવાબમાં કોઈ પણ સૈન્ય હુમલાની આશંકાને નકારવાનો ઈનકાર કર્યો છે. આ બધી ઘટમાળથી કોરિયન પ્રદેશમાં કેટલાક સપ્તાહથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
ઉત્તર કોરિયન વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા તરફથી ઉઠાવવામાં આવનારા કોઈ પણ કદમનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઉત્તર કોરિયાની સરકારી એજન્સી કેસીએનએના રિપોર્ટ અનુસાર પ્રવક્તાએ કહ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા પોતાની વૈમનસ્યકારી નીતિઓ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી તેમની સરકાર પોતાની પરમાણુવિરોધી ક્ષમતા વધારતું રહેશે. ઉત્તર કોરિયાએ છેલ્લા ૧૧ વર્ષમાં પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા છે અને મનાય છે કે તે અમેરિકા સુધી પરમાણુ શસ્ત્રો પહોંચાડવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.
ઉત્તર કોરિયા સતત અમેરિકાને ચેતવણી આપી રહ્યું છે અને તેની સાથે અમેરિકાની ઉગ્રતા વધી રહી છે અને કોરિયન પ્રદેશમાં તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વોશિંગ્ટન અને સિઉલે સંયુક્ત કવાયત હાથ ધરી ત્યારે આ તણાવમાં વધારો થયો છે. આ સંયુક્ત કવાયત તો સમાપ્ત થઈ છે પણ અમેરિકા અને દક્ષિણ કોરિયાની નૌસેનાની કવાયત હજુ પણ ચાલી રહી છે. જેમાં યુએસનું યુએસ કાર્લ વિન્સન વિમાનવાહક જહાજ મોખરે છે. ઉત્તર કોરિયા ગમે ત્યારે પરમાણુ પરીક્ષણ કરે એવી ચેતવણી દક્ષિણ કોરિયાએ પણ અનેકવાર આપી છે. તાજેતરમાં ઉત્તર કોરિયાનું એક મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ રહ્યું હોવાના અહેવાલો પણ આવ્યા હતા.
અમેરિકન વિદેશ મંત્રી રેક્સ ટિલરસને યુએન સિક્યુરિટી કાઉન્સિલ પર દબાણ વધારતા ઉત્તર કોરિયાને અંકુશમાં લેવા પ્રયાસો કર્યા છે.
આ સાથે તેમણે એવી ચેતવણી પણ આપી છે કે ઉત્તર કોરિયા તેની પરમાણુ સંબંધિત હરકતો બંધ નહીં કરે તો તેણે અત્યંત માઠા પરિણામો ભોગવવાનો વારો આવશે.
read more
|
|
‘રાજસત્તા દ્વારા ધર્મના કાર્યથી રામરાજ્ય જેવો માહોલ’
28 બસમાં 1500થી વધુ યાત્રાળુએ તીર્થયાત્રા કરી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી કિરીટભાઇ અધ્વર્યુએ જણાવ્યું કે અમદાવાદથી ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો પ્રારંભ થયો છે અને પ્રથમ યાત્રામાં જ 1500થી વધુ યાત્રાળુઓએ દર્શન માટે પ્રસ્થાન કર્યુ હતું. ખાસ કરીને 28 બસનું પ્રસ્થાન જગન્નાથજી મંદિર, જમાલપુરથી થયું હતું. જેમાંથી 17 બસના યાત્રાળુઓએ પોઇચા અને 11 બસના યાત્રાળુઓએ ડાકોર ખાતે દર્શન કર્યા હતા.
વડીલોની વંદના કરવા સરકાર શ્રવણ બનીઃ રૂપાણી
read more
|
|
ચાર માસના સિંહબાળની માતાનું દસ દિવસ પહેલાં ગરમીથી મોત
read more
|
|
દેડિયાપાડા ખાતે જનસભામાં નરેન્દ્ર મોદીની ખીંચાઇ કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ
કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા કરતાં આતંક મુક્ત ભારત બનાવો : અહેમદ પટેલ
કોંગ્રેસ લોકો વચ્ચે જઇને મનની વાત સાંભળશે
read more
|
|
કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને આવેદન સુપરત કરશે
ભાજપની 150 બેઠક સામે વાઘેલાનો 108 બેઠકનો દાવો
વાઘેલા આ ઓફરનો સ્વીકાર કરે છે કે નહીં તેના પર કોંગીજનોની નજર મંડાઈ
read more
|
|
તારાપુર:તારાપુર તાલુકાના ખાનપુર ગામની વસતી બે હજારથી અઢી હજાર છે, પરંતુ આ ગામે સમગ્ર જિલ્લાના ખેડૂતો માટે અનોખી રાહ ચીંધી છે. એક સમયે જિલ્લાના અતિ પછાત ગણાતા તારાપુરમાં ખેતી કરવી મુશ્કેલ હતી. પરંતુ અહીંના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી ગુલાબ સહિતના ફૂલોની ખેતી કરી તેની દેશ વિદેશમાં નિકાસ થકી લાખો રૂપિયાની કમાણી કરી છે. આમ, પછાત પણાનું મેણું ભાગ્યું છે.
ખેડુતોએ ગુલાબની ખેતીથી શરૂઆત કરી
તારાપુર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ભાલ વિસ્તારમાં આવે છે. અહીં માત્ર ઘઉં અને ડાંગરની ખેતી જ વર્ષોથી થતી રહી છે. પરંતુ તાલુકાના ખાનપુર ગામના ખેડૂતોએ ઘઉં, ડાંગરની પરંપરાગત ખેતી છોડી ગુલાબની ખેતી કરવાની શરૂઆત કરી હતી. ગુલાબની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને ગુલાબની ખેતીની સફળતા બાદ અહીં ખેડૂતોએ અલગ અલગ ફૂલોની ખેતીની શરૂઆત કરી હતી.
વિઘે દોઢ લાખથી બે લાખની આવક
હાલ ખાનપુર ગામથી પ્રેરણા લઇ આસપાસના ગામના ખેડૂતો પણ ફુલોની ખેતી તરફ વળ્યાં છે. ખેડૂતોના મત મુજબ, એક સમયે સુકા ભઠ્ઠ વિસ્તારમાં જમીન આજે ફૂલોની ખેતીને કારણે બારેમાસ હરિયાળી અને આકર્ષક બની ગઇ છે. ઘઉં, ડાંગરની ખેતી છોડી ફુલોની ખેતી કરતા ખેડૂતોને સારી એવી કમાણી થઇ રહી છે. વિઘે 40થી 50 હજારની ખર્ચની સામે દોઢ લાખથી બે લાખની આવક થાય છે.
read more
|