હોમ
મુખ્ય સમાચાર
ગુજરાત
યૂુએસએ
દેશ-વિદેશ
ફોટો ગેલેરી
સંપર્ક
શોધ
NEW YEAR 2017
કાળું નાણું
Indian Republic day 2019
Popular Posts
દુનિયાની સૌથી વજનદાર મહિલાની કઠીન સારવારનો આરંભ
૫૦૦ કિલો વજનની દુનિયાની સૌથી વજનદાર મહિલા ઈમાન અહમદને ઈજિપ્તથી મુંબઈ લાવવામાં આવ્યા બાદ આજથી તેની ટ્રીટમેન્ટ શરૃ કરવામાં આવી છે ઈમાનનું વજન ઘટાડવા માટે બેરિયાટ્રીક સર્જરી કરનારી ટીમના વડા ડૉ.મુફઝલ લાકડાવાલાએ આ શસ્ત્રક્રિયાને અને આ કામગીરીને સૌથી પડકારરૃપ ગણાવતા કહ્યું હતું કે પિક્ચર અભી બાકી હૈ દોસ્ત.
નડિયાદના કણજરીમાં દૂધના ફેટ બાબતે મારામારી થઈ
નડિયાદના એક ગામે દૂધના ફેટ બાબતે બોલાચાલી થતાં ઉગ્ર ઝઘડો થયો હતોે.જેમાં મારમારી થતાં સ્થાનિક પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ છે.
શશીકલા જેલમાં જશે, CM બનવાનું સપનું રોળાયું
20 વર્ષ જૂના અપ્રમાણસર સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે કસૂરવાર ઠેરવતાં તામિલનાડુના રાજકીય નાટકમાં વધુ એક વળાંક ॻ ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખીને સર્વોચ્ચ અદાલતે સજા યોગ્ય ગણાવી ॻ ચાર વર્ષની જેલ, 10 કરોડનો દંડ ॻ આગામી 10 વર્ષ સુધી ચૂંટણી લડી નહીં શકે ॻ જયલલિતા સામે પણ કોર્ટની લાલ આંખ ॻ બિનહિસાબી આવક સગેવગે કરવા 34 બોગસ કંપનીઓ ઊભી કરાઇ હતી
નોટબંધી પછીની તમામ ચૂંટણીમાં ભાજપનો જ વિજય થયો છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ઓડિશાની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને મળેલા વિજયને નોટબંધીની સફળતા ગણાવી હતી. ઉત્તરપ્રદેશના ગોંડામાં શુક્રવારે જાહેરસભામાં તેમણે કહ્યું હતું કે નોટબંધી પછી ઓડિશા, મહારાષ્ટ્ર, ચંડીગઢમાં થયેલી તમામ ચૂંટણીઓમાં ભાજપે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, જે સૂચવે છે કે લોકોએ કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈકના સરકારના નિર્ણયનું લોકોએ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ૧૧ માર્ચે પરિમામ આવે પછી આપણે ૧૩મીએ કેસરિયા હોળી ઉજવીશું અને સૌપ્રથમ કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું થશે. વડાપ્રધાન મોદીએ તેમના પ્રચાર દરમિયાન ‘આઈએસઆઈ’ કાર્ડ પણ ફેંક્યું હતું. તેમણે કહ્યું હતું કે નવેમ્બરમાં કાનપુર પાસે થયેલી ટ્રેન દુર્ઘટના સરહદ પારના તત્ત્વો (ISI)નું કૃત્ય હતું.
હોટેલ-રેસ્ટોરાંમાં કેટલું પીરસવું એ પણ હવે મોદી સરકાર કહેશે
મોદીએ ભોજનના બગાડની ચિંતા કરી પછી સરકાર હરકતમાં હવેથી હોટેલો અને રેસ્ટોરાંમાં પીરસાતા ભોજન ઉપર સરકારી કંટ્રોલ આવી શકે છે. ૧૫ દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં મોટાપાયે થતા ભોજનના બગાડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેને લક્ષમાં લઈને એનડીએ સરકારે હોટેલ અને રેસ્ટોરાંમાં કેટલું ભોજન પીરસવું એ નક્કી કરવાના પ્રયાસો શરૂ કરવા માંડ્યો છે. એટલું જ નહીં, ગ્રાહકોને કેટલું ભોજન પીરસવું એ માટેની એક માર્ગદર્શિકા પણ હોટેલ કે રેસ્ટોરાંઓ માટે તૈયાર કરવામાં આવી રહી છે. મોદીની ભોજનના બગાડ અંગેની ટિપ્પણી પછી કેન્દ્ર સરકાર સ્ટાર હોટેલ્સ અને રેસ્ટોરાંમાં પીરસાતી ડિશીસમાં ખાદ્યસામગ્રી કેટલા પ્રમાણમાં પીરસવી એ આ રીતે નિશ્ચિત કરવામાં આવશે અને આ માટેનું એક બિલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં સંશોધન માટે રજૂ કરવામાં આવ્યું છે. ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને મોદીના મનની વાત જાણીને કહ્યું હતું,‘જો વ્યક્તિ બે ઈડલી ખાય છે તો શા માટે ચાર પીરસવામાં આવે છે! આ જ રીતે ભોજન પીરસાય ત્યારે એ ભોજનનો બગાડ તેમજ એ માટે લોકો દ્વારા ચૂકવાતા પૈસાનો પણ બગાડ થાય છે.’ મંત્રાલયે આ સંદર્ભમાં એક ડગલું આગળ વધીને એક પ્રશ્નાવલિ પણ તૈયાર કરી લીધી છે જેમાં હોટેલ્સ અને રેસ્ટોરાંએ એ જણાવવાનું રહેશે કે તેઓ ગ્રાહકોને સર્વ કરે છે એ ડિશની સાઈઝ કેટલી છે.
પ્રોત્સાહન નીતિ બાદ એક જ વર્ષમાં 126 ગુજરાતી ફિલ્મોને લાખો રૂપિયાની સબસિડી ચૂકવાઇ
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકારે નવી નીતિ જાહેર કરી અને તેમાં પાંચ લાખ રૂપિયાથી લઇને 50 લાખ રૂપિયા સુધીની સબસિડી જાહેર કર્યા બાદ ગુજરાતી ફિલ્મો બનવાની સંખ્યામાં પણ ભારે ઉછાળો આવવા પામ્યો છે. ફેબ્રુઆરી-2016માં સબસિડી સહિતના પ્રોત્સાહનની નીતિ જાહેર કરાઇ તે પછી સરકાર દ્વારા વર્ષ 2014-15માં 19 ફિલ્મોને સબસિડી આપવામાં આવી હતી તે સંખ્યા વધીને નવેમ્બર-2015થી ઓકટોબર-2016 સુધીમાં 126 પર પહોંચી જવા પામી છે. 2016ના વર્ષમાં કુલ મળીને 181 ફિલ્મને સબસિડી આપવાને પાત્ર ગણાઈ છે. ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા સુધરવા સાથે તેને અપાતા પ્રોત્સાહનની રકમ પણ વધવા પામી છે. જો કે જે રીતે લોકો તરફથી પણ ગુજરાતી ફિલ્મ જોવાનું શરૂ કરવામાં આવ્યું છે અને બીજી તરફ સરકાર દ્વારા લાખો રૂપિયાની સબસિડી આપવામાં આવી છે તેના કારણે ફિલ્મો પણ મોટી સંખ્યામાં બની રહી છે. નવી નીતિમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને દર ત્રણ મહિને તેની બેઠક મળશે જેથી નિર્માતાઓને લાંબા સમય સુધી સબસિડીની રકમ માટે રાહ જોવી પડશે નહીં. ફિલ્મોને સો ટકા મનોરંજન કરમાંથી મુક્તિ પણ આપવામાં આવે છે. આ સિવાય પણ ગુજરાતી ફિલ્મો માટે અનેક પ્રોત્સાહન આપવામાં આવે છે જેમાં ચાર ગ્રેડમાં સહાય, રજત એવોર્ડ વિજેતાઓને 1 કરોડ સુધીની સહાય, કલાકારોને 32 પુરસ્કારોની રકમ બમણી કરાઇ છે. તે ઉપરાંત બાલ ફિલ્મને સહાય અને કલાકારોને પણ અનેક કેટેગરીમાં ઇનામની જાહેરાત
USએ અફઘાનિસ્તાનમાં સૌથી મોટો બિન પરમાણુ બોમ્બ ફેંક્યો
ISISની ગુફા-બંકરોને નિશાન બનાવીને બોમ્બ ફેંકાયો અમેરિકાએ ગુરુવારે અફઘાનિસ્તાનમાં ‘સૌથી મોટો બિન પરમાણુ બોમ્બ’ ફેંક્યો હતો અને સનસનાટી મચાવી દીધી હતી. અફઘાનિસ્તાનામં આઈએસઆઈએસના આતંકવાદી અડ્ડાને નિશાન બનાવીને નંગરહાર પ્રાંતમાં તેણે આ શક્તિશાળી બોમ્બ ફેંક્યો હતો. GBU-43/B મેસિવ ઓર્ડનન્સ એર બ્લાસ્ટ(MOAB) નામના આ ઘાતક બોમ્બને ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’ કહેવાય છે. તેને કારણે કેટલું નુકસાન થયું તે તાત્કાલિક જાણી શકાયું ન હતું. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ફેંકેલા આ બોમ્બનું વજન ૨૧,૬૦૦ પાઉન્ડ(૯૭૯૭ કિલોગ્રામ) છે. તે જીપીએસથી ઓપરેટ થતો વિસ્ફોટક છે. અમેરિકાએ તેનો સૌપ્રથમવાર ઉપયોગ કર્યો છે. નંગરહાર પ્રાંતમાં આઈએસઆઈએસની ગુફાઓ હતી, જેનો ખાત્મો બોલાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેને નિશાન બનાવી હતી. અફઘાનિસ્તાનના સ્થાનિક સમય અનુસાર સાંજે ૭.૩૨ વાગે આ બોમ્બ ફેંકાયો હતો. પેન્ટાગોનના પ્રવક્તા એડમ સ્ટમ્પે કહ્યું હતું કે અમેરિકાના એમસી-૧૩૦ યુદ્ધવિમાન મારફતે આ બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો.
હાલમાં જાધવને મોતની સજા ભલે કરાઇ હોય પણ પાકિસ્તાન દ્વારા તેનો અમલ કરવો મનાય છે એટલો સહેલો નથી
સેનાની નિષ્ફળતા ઢાંકવા પાકિસ્તાન જાધવનો ઉપયોગ કરે છે પાકિસ્તાનની લશ્કરી અદાલત દ્વારા મોતની સજાના એલાન પછી ભારતીય નાગરિક કુલભૂષણ જાદવનો વિવાદ વધારે ગરમાવા લાગ્યો છે. ૧૩ મહિના પહેલાં બલુચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવેલા જાધવનું ઈરાનના ચાહબહાર બંદરેથી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા એક સુયોજિત કાવતરાના ભાગરૂપ અપહરણ કરવામાં આવ્યું હતું તેવી ભારતની રજૂઆત છે, તો સામે પાકિસ્તાનનો દાવો છે કે જાધવ ભારતની ગુપ્તચર સંસ્થા ‘રો’નો એજન્ટ છે અને તે બલુચિસ્તાન તથા કરાચીમાં અરાજકતા ફેલાવવાની ભારતની યોજના આગળ વધારી રહ્યો હતો. કુલભૂષણ જાધવ ખરેખર ભારતનો જાસુસ છે કે પછી પાકિસ્તાન પોતાના પડોશીને આંતરારાષ્ટ્રીય મંચ પર બદનામ કરવા જાધવનો ઉપયોગ કરી રહ્યું છે તે રહસ્ય સંભવત: કયારેય ઉકેલાશે નહીં. પરંતુ વિશ્વ રચાયું ત્યારથી તેની નગ્ન વાસ્તવિકતા એ છે કે પ્રત્યેક દેશ જાહેરમાં ઈન્કાર છતાં, પોતાના દુશ્મન દેશમાં જાસુસો મોકલતો રહ્યો છે. કઠોર વાસ્તવિકતા એ છે કે જાસુસી વ્યવસ્થા એ પ્રત્યેક રાજયવ્યવસ્થાનું કેવળ મહત્વનું અંગ નથી, પરંતુ અનિવાર્ય અંગ છે. રાજનીતિશાસ્ત્રના વિશ્વના પ્રથમ ગ્રંથ ‘અર્થશાસ્ત્ર’માં વિષ્ણુગુપ્ત કૌટિલ્ય ચાણક્યે અધ્યાય -૧૧ અને અધ્યાય-૧૨માં ગુપ્તચરોની સ્થાપના અને ગુપ્તચરોની કામો પર નિયુક્તિ અંગે લંબાણભરી સૂચનાઓ આપી છે. એક સ્થળે તો ચાણક્યે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ‘રાજા ગુપ્તચરની નજરે જુએ છે..’ એક પણ અપવાદ વગર વિશ્વનો પ્રત્યેક દેશ પોતાના ગુપ્તચર વિભાગ પાછળ કરોડો-કરોડો રૂપિયા પ્રતિવર્ષ ખર્ચે છે. અમેરિકાની ગુપ્તચર સંસ્થા સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. અબજો ડોલરનું બજેટ ધરાવતી આ સંસ્થા દ્વારા અમેરિકા પોતાનું વર્ચસ્વ દુનિયાભરમાં વિસ્તારતું રહ્યું છે. દ્વિતીય વિશ્વ યુદ્ધના અંત પછી સોવિયત સંઘની ખુંખાર ગુપ્તચર સંસ્થા કે.જી.બી. અને અમેરિકાની ગુપ્તચર સંસ્થા વચ્ચે ગળાંકાપ સ્પર્ધા પૂરા પાંચ દાયકાઓ સુધી ચાલતી રહી હતી. હવે આવી જ સ્પર્ધા ભારતની ગુપ્તચર સંસ્થા ‘રો’ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા વચ્ચે ચાલે તે સાવ સ્વાભાવિક છે. કુલભૂષણ જાધવ ‘રો’નો એજન્ટ છે કે નહીં એ વિવાદને બાજુએ રાખી એક નવા વળાંક પર નજર કરવી રહી. ગયા અઠવાડિયે નેપાળ-પાકિસ્તાની સરહદેથી એક નિવૃત્ત પાકિસ્તાની લશ્કરી અધિકારી લેફ.કર્નલ (નિવૃત્ત) મહંમદ હબીબ ઝાહિર રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ ગયો. જોગાનુજોગ માર્ચ, ૨૦૧૬માં કુલભૂષણ જાધવને જે પાકિસ્તાનીઓએ બલુચિસ્તાનમાંથી ઝડપ્યો હતો, તેમાં આ પાકિસ્તાની નિવૃત્ત લશ્કરી અધિકારી લેફ.કર્નલ ઝાહિરની મુખ્ય ભૂમિકા હતી. હવે એક વત્તા એકનો સરવાળો કરવા જઈએ તો ચિત્ર સાફ થવા લાગે છે. જાધવને પકડનાર આઈએસઆઈના આ અધિકારીને ભારતના ગુપ્તચર વિભાગે પોતાના સકંજામાં ઝડપી લીધો છે. લેફ. કર્નલ ઝાહિરના પુત્રના દાવા પ્રમાણે બ્રિટનથી કરવામાં આવેલા એક ટેલિફોન દ્વારા તેમના પિતાને સારી એવી કામગીરીની લાલચ આપી ફસાવવામાં આવ્યા હતા. આ ફોન દ્વારા તેમની વિમાની ટિકિટ તથા અન્ય રકમની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. ઝાહિર પાકિસ્તાનથી ઓમાન પહોંચ્યા અને ત્યાંથી વિમાનમાર્ગે નેપાળ આવી પહોંચ્યા હતા અને અહીંથી ‘રો’ના એજન્ટો તેમને પકડી ગયા હોવાનો આક્ષેપ તેમના પુત્ર કરી રહ્યા છે. હવે લેફ.કર્નલ ઝાહિર ભારતીય ગુપ્તચર સંસ્થા ‘રો’ના કબજામાં હોય તો જાધવની ફાંસીની સજાનો અમલ પાકિસ્તાન માટે લગભગ અશક્ય બની રહેવાનો છે. આમ પણ પાકિસ્તાને માત્ર ૧૩ મહિનાઓમાં કુલભૂષણ જાધવની ધરપકડ અને અદાલતી કાર્યવાહીનું જે નાટક કર્યું છે તેને આંતરરાષ્ટ્રીયસ્તરે માન્યતા મળે તેમ નથી. પ્રથમ તો પાકિસ્તાનમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસદીય સરકાર છે ત્યારે જાધવનો કેસ સામાન્ય નાગરિક અદાલતોમાં ચાલવો જોઈતો હતો. આવું ન કરતાં સીધો તેને લશ્કરી અદાલતમાં રજૂ કરી અને ગણતરીના દિવસોમાં ન્યાયનું નાટક આટોપી લઈ સીધી મોતની સજા ફરમાવવી તે બાબતનો સ્વીકાર વિશ્વસ્તરે થાય તેમ નથી. વધારામાં જાધવ સામે કયા આરોપો છે તેની વિગતો પણ હજુ અપ્રગટ જ છે. જાણીતા પત્રકાર અને રાજકીય પંડિત નજમ શેઠ્ઠીએ એક ટીવી મુલાકાતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભલે જાધવને સજા એ મોત ફરમાવવામાં આવી હોય પરંતુ તેનો અમલ કરવો પાકિસ્તાન માટે સરળ નથી, તો હવે પ્રશ્ન એ પણ થવા લાગે છે કે જાધવને સજા ફરમાવવાનું નાટક પાકિસ્તાન કેમ કરી રહ્યું છે/જૂન, ૨૦૧૪થી પાકિસ્તાનનું સૈન્ય ત્રાસવાદ સામે વ્યાપક લશ્કરી કાર્યવાહી ચલાવી રહ્યું છે. ઝર્બે-અઝલના સાંકેતિક નામથી ચાલતી આ લશ્કરી કાર્યવાહીમાં લગભગ ૬૦૦૦ જેટલા લશ્કરી કર્મચારીઓ માર્યા ગયા છે. ગયા વર્ષ નિવૃત્ત થયેલા જનરલ રાહિલ શરીફના નેતૃત્વ હેઠળ ચાલતી આ લશ્કરી કાર્યવાહીમાં ભારે સફળતાઓના સરકારી દાવાઓ છતાં હજુ ત્રાસવાદનો અંત આવતો નથી. આ વર્ષના આરંભમાં સિંધમાં એક સુફી ધર્મસ્થાન પર થયેલો હુમલો કે લાહોર, સરહદપ્રાંત અને બલુચિસ્તાનમાં થતા રહેલા હુમલાઓમાં ૧૨૫ ઉપરાંત નાગરિકો મરાયા છે. આ માસમાં પણ લાહોરમાં ત્યાં ચાલતી વસતી ગણતરીના કાર્યકરોને રક્ષણ આપતા સેનાના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં સાતનાં મોત થયાં હતાં. હવે નવા લશ્કરી વડા જનરલ બાજવાએ નવી લશ્કરી કાર્યવાહીની ઘોષણા તો કરી, પરંતુ ત્રાસવાદ વણથંભ્યો આગળ વધતો જ રહ્યો છે. લાહોરની છેલ્લી ત્રાસવાદી ઘટના પછી પાકિસ્તાનનાં અખબારોમાં લશ્કરની કામગીરી સામે આંગળી ચિંધાતી રહી છે. પાકિસ્તાનમાં ભલે અત્યારે નવાઝ શરીફનું નાગરિક શાસન હોય, પરંતુ વાસ્તવમાં હજુ પણ લશ્કર જ સર્વોપરિ છે. લશ્કર પોતે પાકિસ્તાનની સીમાઓનું જ નહીં પરંતુ તેના અસ્તિત્વનું એક માત્ર રક્ષણહાર માને છે અને આવા લશ્કરની છબિ ત્રાસવાદને મુદ્દે ઝાંખી થવા લાગે તે લશ્કરી ખેરખાંઓને મંજૂર નથી.આથી લશ્કર હવે એવું ચિત્ર ઉપસાવવા માગે છે કે પાકિસ્તાનમાં જે ત્રાસવાદ અંકુશમાં આવતો નથી તેનું કારણ લશ્કરની નિષ્ફળતા નથી, કારણ કે આ ત્રાસવાદને ભારત દ્વારા ભરપૂર સમર્થન મળતું રહ્યું છે. વધારામાં ભારતની ગુપ્તચર સંસ્થા ‘રો’ અફઘાનિસ્તાનમાં સક્રિય છે અને ત્યાંથી ગુપ્તચર સંસ્થાને નાણાકીય અને સંસાધનોની સહાય કરી બલુચિસ્તાન, કરાચી, સરહદ પ્રાંત તથા કબાયલી વિસ્તારોમાં એ ત્રાસવાદ ફેલાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીયસ્તરે પાકિસ્તાન જાધવના કેસ દ્વારા એવો સંદેશો આપવા માગે છે કે તેની વણથંભી ત્રાસવાદી પરિસ્થિતિઓ માટે કેવળ ભારત જ જવાબદાર છે અને વિશ્વ સમુદાયે ભારત પર દબાણ લાવી પાકિસ્તાનની સહાયે આવવું જોઈએ! અલબત્ત ભૂતકાળમાં આવા નિષ્ફળ પ્રયાસો ઈસ્લામાબાદ કરી ચૂક્યું છે અને તેમ છતાં તે ભારતને બદનામ કરવાનું પણ બંધ કરી શકે તેમ નથી.
જીએસટી આવશે, સર્વિસ ટેક્સમાં વધારો લાવશે
સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા જીએસટી સંબંધિત ચાર ખરડાઓને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગઇ છે. આમ તા. પહેલી જુલાઇથી જીએસટીનો અમલ શરૂ થઇ જશે એ વધારે નિશ્ચિત બની ચૂક્યું છે. હવે રાજ્ય વિધાનસભાઓ દ્વારા જીએસટીના અમલને ઔપચારિક બહાલીઓ આપવાનો સિલસિલો જ બાકી છે. પરંતુ, જીએસટી મામલે આ પ્રગતિ સાથે કેન્દ્ર સરકારે વધુ એક વખત સ્પષ્ટ કર્યું છે કે લોકોએ અગાઉ કરતાં વધારે સર્વિસ ટેક્સ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. હાલ સર્વિસ ટેક્સનો દર 14 ટકા છે પરંતુ સ્વચ્છ ભારત સેસ અને કૃષિ કલ્યાણ સેસના ઉમેરા સાથે તે 15 ટકા થઇ જાય છે. પરંતુ, કેન્દ્રીય રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાના જણાવ્યા અનુસાર જીએસટી આવ્યા બાદ સર્વિસ ટેક્સ 18 ટકાના સ્લેબમાં રહેશે. એટલી રાહત જરૂર મળશે કે અત્યારે 10 લાખ રૂપિયાના ટર્નઓવર સુધી સર્વિસ ટેક્સમાંથી મુક્તિ મળે છે તેને બદલે 20 લાખ રૂપિયાના ટર્નઓવર સુધી મુક્તિ મળશે. અત્યારે કૃષિ તથા આરોગ્ય સહિતનાં કેટલાંક સેક્ટરને સર્વિસ ટેક્સમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે તે જીએસટીમાંથી પણ બાકાત રહેશે. ટ્રાન્સપોર્ટ જેવાં સેક્ટરને પાંચ કે બાર ટકાના લોઅર સ્લેબમાં રાખવા માટે પ્રયાસ કરાશે. આમ છતાં મોટાભાગની સર્વિસ એકસાથે ત્રણ ટકાના વધારાના કારણે મોંઘી તો બનશે જ એ વાસ્તવિકતા છે. જીએસટીના કારણે શરૂઆતમાં મોંઘવારી વધી શકે છે એવી આગાહી નિષ્ણાતો અગાઉ જ કરી ચૂક્યા છે અને હવે કેન્દ્ર સરકાર પણ તેને આડકતરી રીતે પુષ્ટિ આપી રહી છે. મોબાઇલ બિલ જેવા ખર્ચાઓમાં લોકો માટે ટેક્સ ચોરી કરવાનું શક્ય બનતું નથી. પરંતુ, જ્યાં શક્ય હોય ત્યાં પાકું બિલ લેવાનું લોકો ટાળે અને એ રીતે ટેક્સ ચોરીનું પ્રમાણ વધે તેવું બની શકે છે. જીએસટીનો હેતુ પરોક્ષ વેરામાં સરળીકરણનો છે. પરંતુ, અતિશય જટિલ કરવ્યવસ્થાનું ભૂત કાઢવા જતાં મોંઘવારીનું પલીત ના પેસે તે સરકારે સુનિશ્ચિત કરવું પડશે.
ગૌવંશની હત્યા કરનારને આજીવન કેદ, જામીન નહીં મળે
ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા ગૌવંશ હત્યાના બિલને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂરીની મહોર મારી છે. આ સાથે જ રાજ્યમાં ગૌવંશની હત્યા કરનારાને આજીવન કેદ અને ગૌમાંસની હેરફેર, વેચાણ અને પ્રદર્શન કરનારી વ્યક્તિ સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરાશે. ગૌવંશની ગેરકાયદે હેરફેર કરનારા વાહનો જપ્ત કરાશે અને ગૌવંશની હેરફેર માટે પરમીટ આપવાની સત્તા અધિકારીઓને અપાશે.આ સાથે જ ગૌવંશ-પશુઓની ગેરકાયદે કતલ રોકવા આકરાં કાયદા લાગુ કરનારું ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય બની ગયું છે. રાજ્યમાં ગૌવંશ અને પશુઓની ગેરકાયદે હત્યા-કતલ અને હેરફેર અટકાવીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારની દૃઢ રાજકીય ઈચ્છાશક્તિથી મંજૂર કરેલાં કાયદાને રાજ્યપાલે સમર્થન આપ્યું છે એમ જણાવતા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કઠોર કાયદાના અમલથી ગૌવંષના દોષિતોને આજીવન કેદની પરંતુ ૧૦ વર્ષથી ઓછી નહીં તેટલી કેદ થશે અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થશે.
નડીઆદ એકડા ખડાયતા પ્રગતિ મંડળનું અસ્મિનતા મહાઅધિવેશન ભવ્યા તિભવ્યર રીતે સંપન્નલ
બાળકનો વિકાસ જેટલો મા પાસે થાય છે તેટલો વિકાસ આયા પાસે નથી થતો – શ્રી ભાગ્યેેશ જહા જ્ઞાતિજનોએ વૈવિધ્યિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો મનભરીને માણ્યા પર્યાવરણની જાગૃતિનો સંદેશો અને બેટી બચાવો-બેટી પઢાઓ સંદેશો આપતી કૃતિએ આકર્ષણ જમાવ્યુંં.
ગુજરાતી સીનીયર સોસાયટી ( પ્લેનો )દલાસ ટેક્સાસ
પ્લેનો ટેક્સાસ અને આજુબાજુ વિસ્તારમાં ગુજરાતીઓની વસ્તી ખુબજ વધી રહી છે અને ગુજરાતી સીનીયર ભાઇબેનો માટે ૨૮મી માર્ચ ના રોજ ગુજરાતી સીનીયર સોસાયટી ની સ્થાપના કરવામાં આવી . જેમાં પ્લેનો અને આજુબાજુમાં વસતા ગુજરાતી સીનીયર ભાઈબેનો ભેગા થાય અને પોતાનાં વિચારો એક્બીજાને મળીને પ્રર્દશિત કરી આનંદ પ્રમોદ કરે .... આ મિટીંગ મહિનામાં એક વખત થશે.આ મિટીંગ નો હેતુ રમત ગમત જેવા તેમજ વિવિધ જાતના સેમીનાર, ઈમીગ્રેશન ઇન્સોરન્સ તથા USA માં મલતા લાભ તેમના ફરજ અંગેની માહિતી મળતી રહે એજ છે....૧૮ મી અપ્રિલના રોજ બીજી મિટીંગ Russel greek park ખાતે સાંજે ૫ઃ૩૦ વાગે મળી હતી જેમાં પ્રમુખ જયક્રષ્ણભાઇ પટેલ, સેક્રેટરી સુભાષભાઇ શાહ જોઇન્ટ સેક્રેટરી સુભાષભાઇ તલાટી,ટ્રેઝરર ગીરાબેન મોદી જોઇન્ટ ટ્રેઝરર હર્ષાબેન ગાંધી ..આ રીતે કમિટિ રચવામાં આવી આમાં ૭૦ જેટલાં નવા સભ્યો જોડાયા હતા ....દરેક સભ્યોની ઓરખવિધિ કરવામાં આવી. તેમજ બીજી કમિટી ની રચના કરવામાં આવી ...તેમજ નવા પ્રોગ્રામની જાહેરાત રજુ કરવા ૨૩મી મેં ના રોજ મીટીંગ રાખવામા આવી છે.આ મિટીંગમાં "મધર્સ ડૅ " તથા ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવશે, સૌ સભ્યો એ સમયસર આવી જવું... મીટીમગ નું સ્થળ DAVIS LIBBRY 7501 Independe.Tx Plano 75025 હોલમાં મળશે સમયઃ 5.30 to 7.30 વાગે મળશે મિટીંગ માં બાળકો અને ડૉગ ને સાથે ના લાવવા વિનંતિ છે.સંપર્ક માટે જયક્રષ્ણભાઈ તથા સુભાષભાઈ શાહ 'ગુજરાત દર્પણ' તેમજ સુભાષભાઈ તલાટી નો સંપર્ક કરવાનો રહેશે... 469 586 7586 જયક્રુષ્ણભાઈ પટેલ 510 449 8712 સુભાષ શાહ (ગુજરાત દર્પણ ) 972 837 8712 સુભાષ તલાટી
સેકન્ડ ઇંનિંગ એડલ્ટ ડે કેર સેન્ટર નોર્થ બ્રુન્સવિન્ક - અજય પટેલ
અમારું સેન્ટર માનવ મંદિર માં આખું ધાર્મિક સામાજિક ભારતીય રાષ્ટ્રીય પ્રસંગો નું ભવ્ય ઉજવણી સંસ્થાના સર્વે સરવા માનનીય ભવદીયનાં મહા સાગર સમાન અજયભાઇ પટેલ ના નેજા હેઠળ ઉજવાઈ રહ્યા છે ખરેખર બીજા સેન્ટરો થી કંઇક આગવી પ્રતિભા અને વૃધ્ધો માટે સુખ શાંતિ ઉમંગ અને ઉત્સાહ ની કેડી અજયભાઇ કંડારી રહ્યા છે તેમના સહદયતાથી આચરેલા પ્રયાસો ખુબ ખુબ ધન્યવાદ આપીયે એટલા ઓછા છે ચાલુ માસમાં રામનવમી નો ભવ્ય પ્રસંગની ઉજવણી સંસ્થાના ચંદરવા નીચે ઉજવાઈ શાસ્ત્રોકત ધાર્મિક વિધિ શ્રી રાજેશ પાંડિયન પ્રમુખ પણ હેઠળ ભવ્ય ઉજવણી થઇ ધાર્મિક વિધિ વિધાન પૂજા અર્ચના થયા વડીલો સજોડે આ વિધિમાં ભાગ લીધો શ્રી રામ સીતા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આવી દશરથ નંદન ને વકીલોએ પરણે ઝુલાવ્યા મંગળગીતો ગાવામાં સૌ આનંદ વિભોર બન્યા પ્રસંગના અંતે સૌ કોઈ એ ફળાહાર અને ફરારી હાઈસનેક પીધો અને અંતમાં ભાવતા સાત્વિક ભોજનિયાં જામી વિદાય થયા બધા સૌ અજયભાઇ નો આભાર માન્યો આ માસની દસમી ગરીએ શિવદાશનોત્સવ એટલે કે ભગવાન હાટકેશ્વર ની જન્મ જયંતિ સંસ્થાના અમદાવાદ નિવાસી શ્રી મહેશભાઈ જાની અને માનનીય સુનિલભાઈ ભાસ્કરરાય મહેતા એ આ પ્રસંગ ને ખુબ દીપાવ્યો બંને નાગર બ્રાહ્મણોએ પોતાના ઇષ્ટદેવતાનો ઇતિહાસ વર્તાવ્યો આ દિવસ નાગરોના ઇષ્ટદેવવતાનો પ્રાગટ્ય દિન નું મહત્તમ નો સુંદર ચિતાર આપ્યો, સ્તુતિ ભજનો આરતી પૂજા અને શિવ મહિમ્ન રૂઢિ નું આયોજન થયું વડીલો ભાવ વિભોર બન્યા અંતે મોહકનો પ્રસાદ જમી સૌ એ વિદાય લીધું સંસ્થાના સેવાભાવી સર્વ ધર્મના પ્રણેતા માનનીય અજયભાઇ એ હનુમાન જયંતિ નું ભવ્ય આયોજન કર્યું અંજની પુત્ર કેસરીનંદનનો પ્રાગટ્ય દિવસ, એનું મહત્વ સંસ્થાના વકીલોને ખુબ હતું સંસ્થા માં આ દિવસે ભવ્ય પ્રસંગ ની ઉજવણી ની તૈયારી ઓ થઇ એક્ટિવિટી કન્વીનર સેજલ પટેલ અને રિના પટેલ જહેમત ઉઠાવી સ્વપ્ન દ્વારા દિલીપ સારસા કરે ડેકોરેશન ધજાપતા કરો અને યજ્ઞ કુંડીનો શુસોભન ની વ્યવસ્થા કરી હનુમાન દાદા ને જુલાવવા ભવ્ય લાઇટિંગ વાળા પારણાંની વ્યવસ્થા થઇ આજે હનુમાનદાદા નો સહસ્ત્ર નામાવલી હોમાત્મક યજ્ઞ શ્રી આર આર પંડિત ના નેજા હેઠળ માનનીય ભવદીપ અજયભાઇ કરવાના હતા. સંસ્થામાં વડીલો ભાઈઓ બેનો નવ વસ્ત્રો ધારણ કરી પધાર્યા હતા. શરૂઆતમાં હનુમાન દાદા ના ગીતો શરુ થયા શુભ મુહૂર્ત માં યજ્ઞોપવિધિ શરુ થઇ માનનીય શ્રી અજયભાઇ એ યજ્ઞોપ વસ્ત્ર ધારણ કર્યા આહુતિઓ અને ધાર્મિક મંત્રો ચાર શરુ થયા આ પ્રસંગો ની સ્વીટ મેમરી ને કંડારવા ફોટોગ્રાફરો એ ફ્લેશ શરુ કાર્યા સંસ્થામાં ભવ્ય પ્રસંગથી વડીલો આનંદ વિભોર બન્યા પરી વિધિ સંપન્ન થયા વડીલોને આહુતીઓને લાભ અપાવ્યો સમયાંતરે બાલ હનુમાનજી ને નેહા પુષ્પો પુષ્પો નૈવેદ્ય અને ગદા વિધ વિધ પ્રકારના ફાળો સાથે સાથે પવન પુત્રને ભાવતું અતિપ્રિય ગોળાના ચુરમાનો લાડુ, સુકામેવા ભરપૂર સંસ્થા ઉદાર હયાળુ ભક્તિ ભાવમાં મગ્ન રહેનાર અજયભાઇ એ સ્પેશ્યલ ફળિયા લાડુ નું આયોજન કર્યું, દાદા ની ભોજન થાળ ગળામાં આરતી પૂજા થઇ અને પ્રાર્થના સ્તુતિ ગવાયા સૌ વકીલો સાથે અજયભાઇ એ ખુબ હેત અને ભાવથી આ પ્રસંગ ને દીપાવ્યો અંતરમાં સૌ ભાવતા ભોજન લઇ આનંદ મંગલ થી વિદાય થતા પહેલા અજયભાઇ નો વકીલોએ ખુબ આભાર માન્યો અને આવી આ એક વિરલ સંસ્થામાં આવા ધાર્મિક પ્રસંગો અજયભાઇ ને હાથે થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી સૌ વિદાસ થયા. અસ્તુ : સંકલન : રમેશભાઈ પટેલ
કેજરીવાલના મેદાનમાં ‘ભગવા’ ફટકાબાજી: ત્રણ કોર્પોરેશનમાં કુલ 270 વોર્ડ પૈકી 181માં ભાજપનો વિજય, આપને માત્ર 48 સીટ, કોંગ્રેસ ત્રીજા ક્રમે
વિજય CRPF જવાનોને અર્પણ કરાયો દિલ્હીની ત્રણેય મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ ભાજપે તેની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો અને આ વિજય છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને સમર્પિત કર્યો હતો. દિલ્હીના ભાજપના પ્રમુખ મનોજ તિવારીએ જાહેરાત કરતા કહ્યું હતું કે સુકમામાં ૨૫ જવાનો શહીદ થઈ ગયા છે. આવા સંજોગોમાં પક્ષ વિજયની ઉજવણી નહીં કરે. ભાજપ આ વિજય સુકમા શહીદોને અર્પણ કરે છે. નકારાત્મક રાજનીતિનો પરાજય : અમિત શાહ કોલકાતાઃ ભાજપના પ્રમુખ અમિત શાહે દિલ્હીની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય અને ‘આપ’ના પરાજય અંગે કહ્યું હતું કે દિલ્હીની જનતાએ નકારાત્મક રાજનીતિ ફગાવી દીધી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની નીતિ પર મંજૂરીની મહોર મારી દીધી છે. તેમણે કહ્યું કે ‘ભાજપ માટે આ અસાધારણ વિજય છે. દિલ્હીની જનતાનો હું આભાર માનું છું. બહાનાબાજીવાળી રાજનીતિને દિલ્હીવાસીઓએ ફગાવી દીધી છે અને મોદીજીના વિજયરથને આગળ ધપાવ્યો છે.’ શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યો પૈકી ચાર રાજ્યોમાં ભાજપને વિજય મળ્યા પછી દિલ્હી પાલિકામાં પણ લોકોએ પક્ષને વિજયી બનાવ્યો તે કેન્દ્રની મોદીજીની સરકારના ત્રણ વર્ષના સુશાસનનું પરિણામ છે. દિલ્હીમાં મોદી વેવ નહીં, EVM લહેર: ‘આપ’ એમસીડી ચૂંટણીમાં કારમા પરાજય સાથે જ આમ આદમી પાર્ટીએ ઈવીએમને દોષી ગણાવવાનું શરૂ કરી દીધું છે. આપના વરિષ્ઠ નેતા અને મંત્રી ગોપાલ રાયે ભાજપની જીતને ‘ઈવીએમ લહેર’ ગણાવી હતી તો પાર્ટી પ્રવક્તા આશુતોષે કહ્યું હતું કે લોકો પાસે ભાજપને વોટ આપવા માટેનું એક પણ કારણ નહોતું. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ રાજીનામું નહીં આપે. આ ઉપરાંત કેજરીવાલના સલાહકાર નાગેન્દ્ર શર્માએ કહ્યું હતું કે જ્યારે ઈવીએમ કોઈની સાથે હોય ત્યારે માનવીય ઈચ્છાશક્તિનો કોઈ અર્થ રહેતો નથી. આ દરમિયાન કેજરીવાલના નિવાસસ્થાને આપનાં નેતાઓની બેઠક પણ યોજાઈ હતી. આશુતોષે કહ્યું હતું,‘ભાજપે દસ વર્ષમાં એમસીડીમાં કોઈ કામ કર્યું નથી.’ કેજરીવાલે EVMને જવાબદાર ન ઠરાવ્યાં ! સતત વિરોધની રાજનીતિ કરવાના આક્ષેપથી પરેશાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની પ્રથમ પ્રક્રિયામાં આક્ષેપબાજી ટાળી હતી અને ઈવીએમમાં ગરબડની વાત કરી ન હતી. તેમણે વચન આપ્યું હતું કે તેમની સરકાર મહાનગરપાલિકાઓને સહયોગ કરશે. તેમણે ભાજપને અભિનંદન આપ્યા હતા. કેજરીવાલે પરિણામ અગાઉ જ કહ્યું હતું કે જો તેમનો પક્ષ ચૂંટણીમાં હારશે તો ઈવીએમમાં ગરબડનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. ભાજપે અગાઉનો રેકોર્ડ પણ સુધાર્યો, ગત ચૂંટણીમાં 138 સીટ મળી હતી દિલ્હી MCDમાં પણ મોદી વેવ, ‘આપ’નો સફાયો
વિનોદ ખન્ના ‘અમર’ બન્યા
બોલિવૂડના સૌથી હેન્ડસમ એક્ટર બ્લેડર કેન્સર સામેની ફાઈટિંગમાં હાર્યા: ડીહાઈડ્રેશનની ગંભીર સમસ્યાથી પીડાતાં ખન્નાના કૃશ શરીરવાળી તસવીરે ચાહકોમાં ચિંતા જગાવી હતી ‘મન કા મીત’ સાથે ફિલ્મોમાં પદાર્પણ કરનારા વિનોદ ખન્ના હીટ વિલનમાંથી સુપર હીટ હીરો બન્યા હતાઃ મુંબઈમાં ફિલ્મી હસ્તીઓ, ચાહકોની અશ્રુભીની આંખે અલવિદા
ઉદયપુરના વિદ્યાર્થીને JEE-મેઈનમાં 100માંથી 100%
કમ્પાઉન્ડરના પુત્ર કલ્પિત વીરવલે 360માંથી 360 માર્ક્સ મેળવ્યા
GST બિલ માટે 9મેએ વિધાનસભાનું ખાસ સત્ર
પચાસ ટકા રાજ્યો બિલ પસાર કરે એટલે પહેલી જુલાઇથી વેરાનું નવું માળખું લાગુ થઈ જશે: રાજ્યો માટેનું અલગથી બિલ # વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરેલી માગણી # કેગ, શાહ કમિશનના અહેવાલની ચર્ચા, રોજગારી વગેરે પ્રશ્નોની ચર્ચા જરૂરી # આખા દિવસની ચર્ચાના અંતે જીએસટી બિલ પસાર કરાશે: નીતિન પટેલ
ષષ્ઠ પીઠાધીશ્વર, વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં ભવ્ય વિદ્યાપીઠ પણ બનશે
અષ્ટાંગ યોગ અને અષ્ટાયામ સેવાનો સમન્વય સાધ્યો હતો ધોલેરા સરમાં વૈષ્ણવ હવેલીનું નિર્માણ # 14મી એપ્રિલના રોજ પૂજ્ય ષષ્ઠપીઠાધીશ્વરની નિશ્રામાં ભૂમિપૂજન થયું
દિલ્હીથી મુંબઈ 80 મિનિટમાં પહોંચાશે, વેક્યૂમ ટ્યૂબમાં કરી શકાશે મુસાફરી
પેસેન્જર્સ દિલ્હીથી મુંબઈ માત્ર 80 મિનિટ અને મુંબઈથી કોલકાતા માત્ર 60 મિનિટમાં પહોંચી શકશે. રેલવેના મોર્ડન હાઈપરલુપ પ્રોજેક્ટથી આ શક્ય બનશે. આ પ્રોજેક્ટ માટે બે કંપનીઓ 4 મોટા રૂટનો સર્વે કરી ચૂકી છે. જેનો રિપોર્ટ પણ રેલ મંત્રાલયને ગત સપ્તાહે સોંપી દેવામાં આવ્યો છે. કંપનીઓએ આ પ્રોજેક્ટ માટે માત્ર જગ્યા માંગી છે. ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ ખુદ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટથી 60% ઓછો આવશે. 2021 સુધીમાં શરૂ થઈ શકે છે ટ્રાન્સપોર્ટ - રેલમંત્રી સુરેશ પ્રભુએ પણ આ પ્રોજેક્ટ પર વિચારણા કરવા મંજૂરી આપી દીધી છે. જો બધુ ઠીકઠાક ચાલશે તો 2021માં પેસેન્જર્સને આવું ટ્રાન્સપોર્ટ મળી રહેશે. - તેનાથી બે મોટા મહાનગરો વચ્ચે પ્લેન જર્નીમાં લાગતો સમય પણ ઘટી જશે. આ પ્રોજેક્ટ અંતર્ગત દર 20 સેકન્ડમાં ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવાશે. આ 2 કંપનીઓએ કર્યો સર્વે - આ પ્રોજેક્ટ માટે હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી (એચટીટી) અને હાઇપરલૂપ વન (એચઓ) નામની કંપનીએ સર્વે કરીને રિપોર્ટ સોંપ્યો છે. - બંને કંપનીઓને ભારતમાં આ પ્રોજેક્ટ માટે તક હોવાનું લાગી રહ્યું છે. જે બાદ તેમણે 1100 કિલોમીટરના વિસ્તારમાં ચાર રૂટ પર બે વર્ષની મહેનત બાદ પોતાનો રિપોર્ટ સોંપ્યો. - આ રૂટ પર કંપનીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારને સામેલ કરીને જમીન ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. શું કહ્યું પ્રભુએ - આ એક સારો પ્રોજેક્ટ છે. તેના પર વિચાર કરાશે. આ પ્રોજેક્ટમાં રસ દાખવનારી કંપનીઓ પૈકી એકને સિલેક્ટ કરવી મુશ્કેલ છે. - સરકાર સાથે મંત્રણા કરીને જલ્દી સહમતિ બનાવી લેવાશે. કંપનીએ 2021 સુધી પ્રોજેક્ટ કાર્યરત કરવાનું પ્લાનિંગ કર્યું છે. ટૂંક સમયમાં તેના પર કામ શરૂ થાય તેવો પ્રયત્ન છે. આ 4 રૂટની થઈ પસંદગી - દિલ્હી-જયયુર-ઈન્દોર-મુંબઈનું મુસાફરી 80 મિનિટમાં - મુંબઈ-મેંગલોર-ચેન્નઈ-હૈદરાબાદ-કોલકાતા સુધીની મુસાફરી 60 મિનિટમાં - મુંબઈ-પુણે-કોલ્હાપુર-હુબલી-બેંગલુરુ-શ્રીપેરંબદુર-ચેન્નઈની મુસાફરી 60 મિનિટમાં - બેંગલુરુ-કોયંબટૂર-કોચ્ચિ-તિરુવનંતપુરમની મુસાફરી 40 મિનિટમાં શું છે હાઇપરલુપ - હાઇપરલુપ એક પ્રકારનું વિશેષ પોન્ડ હોય છે. તેને વેક્યૂમ ટ્યૂબ દ્વારા હાઇસ્પીડ આપવામાં આવે છે. - આ પોન્ડ મેક્સિમમ 1200 કિલોમીટરની સ્પીડથી દોડે છે. લોસ એન્જિલિસ અને દુબઈમાં આ પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યો છે.
નિસબડ - આંતરરાષ્ટ્રીય છાત્ર લિજ્જત ની મુલાકાતે
શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ ની મુલાકાતે 24 દેશોમાં થી 47 જેટલા વિદ્યાર્થીઓ 11 ફેબ્રુઆરી 2017 ના રોજ મુલાકાત લીધી હતી આ વિદ્યાર્થીઓ ભારત વિદેશ મંત્રાલય ને નિસબડ (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર એનટ્રોપરેન્યુરશીપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલોપમેન્ટ) નોયડા દ્વારા આયોજિત આઈ ટી ઈ સી - એસ સી એ એ પી કાર્યક્રમ ના અંતર્ગત આવ્યા હતા નિસબડ ઘ્વારા આયોજિત કરેલી આ મુલાકાત તેઓની શૈક્ષણિક કાર્યક્રમ ના ભાગ રૂપે હતી. તેમના સાથે નિસબડ ના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર કુમારજી આવ્યા હતા. છલજ્જત સંસ્થાની સભ્ય - બહેનોની સાથે સંસ્થાના પ્રમુખ શ્રીમતી સ્વાતિ પડકાર અને ઉપ્રમુખ શ્રીમતી પ્રતિભા સવાટે આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને તેઓને સંસ્થાની કાર્ય પદ્ધતિ વિષે માહિતી આપી હતી. સભ્ય - બહેનો દ્વારા ચાલતું સંસ્થાનું કામ જોઈને વિદ્યાર્થી ઈ ખુબજ પ્રભાવિત થયા હતા અને તેઓએ પોતાના હાથે પાપડ વાણીને દેખાડ્યા હતા સંસ્થાનો ઉદ્દેશ, રચના અને દૈનંદિન કાર્ય પદ્ધતિ તેઓને સારી રીતે સમજાય એટલા માટે સંસ્થાની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી હતી. આ વિદ્યાર્થીઓ અફઘાનીસ્થાન, બાંગ્લાદેશ,ફીજી, શ્રીલંકા, પેલેસ્ટીન, કંબોડીયા, ધાણા , સાઉથ આફ્રિકા, નાઈજીરિયા, સુદાન, ઈંડોનેશિયા, અને ઇજિપ્ત જેવા દેશોમાં થી આવ્યા હતા. 27 થી 29 માર્ચ દરમિયાન મુંબઈના વર્લ્ડ ટ્રેડ સેંટર ખાતે આયોજિત 2017 ની વૈશ્વિક આર્થિક પરિષદ માં ફિલિપાઇન્સના વાણિજ્ય પ્રધાન શ્રીમતી નોટ કે. ટોરાડોના હસ્તે 2017 નો ગ્લોબલ ઇકોનોમિક એવોર્ડ લિજ્જત પાપડના પ્રમુખ સ્વાતિબેન પરાડકરને એનાયત કર્યો હતો સ્ત્રી સસ એકિટકરણ, સાહસ, સંશોધન અને સક્ષમતા પર યોજાયેલી પરિષદમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કાર લિજ્જત વતી એમને એનાયત કરાયો હતો. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના ત્રણ પ્રતિષ્ઠિત પુરસ્કારો સાથે લીજ્જતે ગૌરવશાળી પરંપરા આગળ ધપાવવામાં હરણફાળ ભરી છે.
પથ્થરબાજો સાથે સહાનુભૂતિ રાખનારાઓને ઝાટકો: કોર્ટનું સરકારના વલણને સમર્થન: હકારાત્મક સલાહો આવકાર્ય, વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજોમાં જાય: સુપ્રીમ
પથ્થરમારો બંધ નહીં થાય ત્યાં સુધી પેલેટ ગન ચાલશે: સુપ્રીમ # કાશ્મીરની ‘આઝાદી’ની માગ કરનારાઓ સાથે કોઇ વાતચીત નહિ: કેન્દ્ર
ભારત 2030 સુધી ત્રીજા ક્રમનું મોટું અર્થતંત્ર બનશે
અમેરિકાની સંસ્થાની આગાહી: જાપાન અને જર્મની પણ પાછળ રહી જશે
આજે અક્ષયતૃતીયા : દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ દિવસ
અનેક મંદિરોમાં આજથી ચંદનનાં વાઘાનાં શણગાર જોવા મળશે : મહાભારતનું યુદ્ધ આ દિવસે સમાપ્ત થયું હતું આજે રથયાત્રાનો પ્રથમ પ્રસંગ ‘રથપૂજન’ થશે # શ્રદ્ધાળુઓ આ દિવસે જળ ભરેલા કુંભ, કેરી સહિતની વસ્તુઓનું દાન કરતાં હોય છે
ગુજરાત દર્પણ સાહિત્ય સભા
ગુજરાત દર્પણ સાહિત્ય સભા માટે 2017 નું વર્ષ શુભારંભે શરુ થયું 2017 નું વર્ષ સાહિત્ય સભા માટે એક દાયકાની સફળતા સૂરો રેલાવતું આવ્યું, 2007 ની સલમા ગુજરાત દર્પણ ના તંત્રી-મલિક શ્રી શુભાસ શાહે, પ્રથમ સાહિત્ય સભાનું આયોજન અમેરિકા સ્થિત ગુજરાતી સાહિત્ય ના સર્જકોને પ્લેટફોર્મ આપવા માટેના વિચાર થાકી કર્યું હતું જે આજે જન્મના દસમા વર્ષે પરદેશ માં પોતાનું એક આગવું સ્થાન પામીને આગળ વધી રહ્યું છે. સુભાસભાઈ, ભગવતીબેન અને ફેમિલી માટે એક જ જવાબ વાત સત્ય છે, અને તે છે... મજબૂત મનોબળ થકી શૂન્યમાંથી સર્જન બનાવીને શક્તિનો પરિચય તેમને આપ્યો છે, દાસ બાર પાનાનાં ગુજરાત દર્પણ ને આજે 168 પાનાનું દળદાર માસિક ફ્રી મેગેઝીનનું બનાવ્યું છે માટે જ, કદમ અસ્થિર હો તેને કદી રસ્તો જડતો, અડગ મનના મુસાફરો હિમાલય પણ નથી નડતો આ કુટુંબ બીજાને માટે પ્રોત્સાહન બની રાહ્યુલું રહ્યું છે વધુને વધુ સફળતા માટે શુભેચ્છાઓ
ઇન્ડિયન ક્લચર સોસાયટી
ન્યૂઝર્સી સૌથી જૂની અને જાણીતી સંસ્થા ઇન્ડિયન ક્લચર સોસાયટી થી કોઈ પરિચિત છે. તા.23 એપ્રિલ, રવિવાર ના રોજ સંસ્થા તરફથી એટલાન્ટિક સિટી બસ પ્રવાહનું આયોજન કરવામાં આવ્યું સવારના 8.30 કલાકે આપણા બજાર ના પાછળ ના પાર્કિંગ લોટ માં સૌ કોઈ ભેગા થયા. વિન્ટર થી કંટાળેલા સૌ કોઈ એકબીજાને મળી ખુશ થયા અલક-મલાક ની વાતોમાં મશગુલ બન્યા સૂર્યદેવ ના દર્શન થતા આજનો દિવસ ખુબ સરસ રીતે જશે તેમ મનોમન વિચારવા લાગ્યા, ત્યાં જ બૂમો પડી ગરમ ગરમ ઢેબરાં નો નાસ્તો તૈયાર છે, સૌએ નાસ્તાની મઝા માણી બસમાં ગોઠવાયાસંસ્થાના પ્રમુખ શ્રી રાજેશ પટેલે સ્વ. જે.પી. પટેલ ને યાદ કરી જણાવ્યું કે આ પ્રથમ પ્રોગ્રામ એવો છે કે જ્યાં જે. પી. પટેલ ની હાજરી નથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, બંને બસ માં એકપણ સીટ ખાલી ના હતી, ઘણા બધા નિરાશ થયા એનું કારણ સંસ્થા તરફથી મળતી સગવડ અને સુવિધાથી સૌને પૂરતો સંતોષ થાય છે 9.30 કલાકે બંને ઉપાડવામાં આવી. બસ માં ભજનો ગવાયા રમ્યા તથા શ્રીમતી પંકજ શાહે રમુજી વાતો સાથે જોક્સ તેમજ ગમ્મત સાથે જ્ઞાન ની વાતો કરી. એટલાન્ટિક સિટી પહોંચતા પહેલા સ્ટેટ એરિયા માં શ્રીખંડ પુરી, ધોળકા, ભીંડાનું શાક, સૌ કોઈ ને મઝા પડી, બરાબર 12.00 કલાકે રિસોર્ટ કસીનો પહોચ્યા 12.00 થી 5.30 સુધી સૌએ નસીબ અજમાવ્યું। સૌ એક જ વાત કરતા, હાર જીત કરતા ભેગા કર્યો એ જ અગત્ય ની વાત છે સાંજના 5.45 કલાકે વળતી મુસાફરી શરુ થઇ. બરાબર 7.45 કલાકે પાર્કિંગ લોટમાં બસ આવતા પકવાન રેસ્ટોરન્ટ તરફથી ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી, સંસ્થાના પ્રમુખ શ્રી રાજેશ પટેલ તથા તેમના સાથી શ્રી જય, દુષ્યંત પાંડુ, હિતેશ, ચીનુભાઈ તથા સમગ્ર ટીમને કારણે દરેક કાર્યક્રમ ને મળે છે. પછીના કાર્યક્રમમાં જુલાઈ 2 ના રોજ મેરિલ પાર્ક માં પિકનિકનું આયોજન કરમાવા આવ્યું છે.
મેડિકલ પી.જી. બેઠકો માટે ~40 લાખ સુધીની ફી
બ્રાન્ચ KMED CUMED SBKM એનેસ્થેસિયોલોજી 9.00 - 8.55 કલીનીકલ પેથોલોજી - 4.00 6.5 ઓપ્થેલ્મોલોજી - - 14.5 પિડિયાટ્રિક 18.00 - 12.5 રેડિયોડાયગ્નોસીસ - 16.00 15.5 (ફી લાખમાં) ડિપ્લોમા પી.જી.ની મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટે ફી નક્કી # સરકારી કવોટા, મેનેજમેન્ટ કવોટા અને એનઆરઆઇ કવોટા, એમ ત્રણ કેટેગરીમાં ફી જાહેર # ૫ લાખથી લઇને ૪૦ લાખ સુધીની જુદીજુદી ફી લેવાશે # પ્રવેશ કાર્યક્રમ અને પ્રેફરન્સ બેઠકો આખરે જાહેર થઇ મેડિકલ પી.જી. બેઠકો માટે ~40 લાખ સુધીની ફી
નુકસાનીના ભયે રિટેલર્સ, હોલસેલર્સે ખરીદી ઘટાડી
GST:રિટેલર્સનું માર્જિન 3.5 ટકાથી 9 % સુધી ઘટવાનો ભય
ગુજરાતના આ ગામને ખેડૂતોએ હબ બનાવ્યું, પરંપરાગત ખેતી છોડી ફૂલની ખેતી કરી
તારાપુર:તારાપુર તાલુકાના ખાનપુર ગામની વસતી બે હજારથી અઢી હજાર છે, પરંતુ આ ગામે સમગ્ર જિલ્લાના ખેડૂતો માટે અનોખી રાહ ચીંધી છે. એક સમયે જિલ્લાના અતિ પછાત ગણાતા તારાપુરમાં ખેતી કરવી મુશ્કેલ હતી. પરંતુ અહીંના ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી ગુલાબ સહિતના ફૂલોની ખેતી કરી તેની દેશ વિદેશમાં નિકાસ થકી લાખો રૂપિયાની કમાણી કરી છે. આમ, પછાત પણાનું મેણું ભાગ્યું છે. ખેડુતોએ ગુલાબની ખેતીથી શરૂઆત કરી તારાપુર તાલુકાનો મોટાભાગનો વિસ્તાર ભાલ વિસ્તારમાં આવે છે. અહીં માત્ર ઘઉં અને ડાંગરની ખેતી જ વર્ષોથી થતી રહી છે. પરંતુ તાલુકાના ખાનપુર ગામના ખેડૂતોએ ઘઉં, ડાંગરની પરંપરાગત ખેતી છોડી ગુલાબની ખેતી કરવાની શરૂઆત કરી હતી. ગુલાબની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને ગુલાબની ખેતીની સફળતા બાદ અહીં ખેડૂતોએ અલગ અલગ ફૂલોની ખેતીની શરૂઆત કરી હતી. વિઘે દોઢ લાખથી બે લાખની આવક હાલ ખાનપુર ગામથી પ્રેરણા લઇ આસપાસના ગામના ખેડૂતો પણ ફુલોની ખેતી તરફ વળ્યાં છે. ખેડૂતોના મત મુજબ, એક સમયે સુકા ભઠ્ઠ વિસ્તારમાં જમીન આજે ફૂલોની ખેતીને કારણે બારેમાસ હરિયાળી અને આકર્ષક બની ગઇ છે. ઘઉં, ડાંગરની ખેતી છોડી ફુલોની ખેતી કરતા ખેડૂતોને સારી એવી કમાણી થઇ રહી છે. વિઘે 40થી 50 હજારની ખર્ચની સામે દોઢ લાખથી બે લાખની આવક થાય છે.
પાક. સૈનિકોએ ભારતમાં ઘૂસીને બે જવાનોનાં માથાં વાઢ્યાં
‘બેટ’ આર્મી ક્રૂરતાપૂર્વ હુમલા માટે કુખ્યાત નવી દિલ્હી: પાકિસ્તાને ભારતીય સૈનિકો પર છુપીને હુમલા કરીને ક્રૂરતાપૂર્વક કૃત્ય કરવા માટે એક ખાસ દળ- બોર્ડર એકશન ટીમ(બેટ)ની રચના કરી છે. આ દળ ટાર્ગેટ નક્કી કરે છે અને તેને પાક સૈન્યની સાથે સાથે આતંકી સંગઠન લશ્કર-એ-તાઇબા, હિઝબુલની મદદ મળે છે. તેની ખાસ ટીમ પેટ્રોલિંગ ટીમથી છૂટા પડી ગયેલા એકલ-દોકલ જવાનો પર હુમલા કરે છે અને તેમને માર્યા બાદ તેમના મૃતદેહોને ક્ષત-વિક્ષત કરે છે.
કાશ્મીરમાં કેશવાન લૂંટવા પ્રયાસ, પાંચ પોલીસ સહિત સાતની હત્યા
આતંકીઓએ કેશવાનમાંથી પોલીસને બહાર ખેંચી ઠાર મારી દીધા
યુવાને ગૂગલ અને ફેસબૂકને ~642 કરોડનો ચૂનો લગાવ્યો
કંપનીઓએ ફ્રોડ થયાની જાણ ઈન્વેસ્ટર્સને ન કરી જાહેરમાં બિઝનેસ કરતી કોઈ કંપનીને ફ્રોડ જેવી ઘટનાનો સામનો કરવો પડે ત્યારે ફેડરલ સિક્યુરિટીઝ કાયદાઓ અનુસાર તેની જાણ કંપનીઓએ તેના રોકાણકારોને કરવાની રહે છે. પરંતુ ફેસબુક અને ગૂગલના પબ્લિક રેકોર્ડસના રિવ્યૂ જણાવે છે કે કંપનીએ છેતરપિંડીની આટલી મોટી ઘટના વિશે કોઈ ખુલાસો કર્યો નથી. આ પ્રકારની હરકતથી જાયન્ટ કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે એમ એસઈસીના પૂર્વ વડા મેરી જો વ્હાઈટ જણાવ્યું હતું. જો કે આ મામલે બંને કંપનીઓમાંથી કોઈએ પણ કોઈ ટીપ્પણી કરી નથી.
‘આપ’માં ધૂંધવાટ: ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેવાશે તો પક્ષના અસ્તિત્વ પર ખતરો
ભૂતકાળમાં અમદાવાદ સહિતની મ.ન.પાની ચૂંટણીમાં કાર્યકરોને દોડાવ્યા બાદ છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાનું માંડી વળાયું હતું
સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરથી મુખ્યમંત્રીએ ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો પ્રારંભ કરાવ્યો
‘રાજસત્તા દ્વારા ધર્મના કાર્યથી રામરાજ્ય જેવો માહોલ’ 28 બસમાં 1500થી વધુ યાત્રાળુએ તીર્થયાત્રા કરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી કિરીટભાઇ અધ્વર્યુએ જણાવ્યું કે અમદાવાદથી ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો પ્રારંભ થયો છે અને પ્રથમ યાત્રામાં જ 1500થી વધુ યાત્રાળુઓએ દર્શન માટે પ્રસ્થાન કર્યુ હતું. ખાસ કરીને 28 બસનું પ્રસ્થાન જગન્નાથજી મંદિર, જમાલપુરથી થયું હતું. જેમાંથી 17 બસના યાત્રાળુઓએ પોઇચા અને 11 બસના યાત્રાળુઓએ ડાકોર ખાતે દર્શન કર્યા હતા. વડીલોની વંદના કરવા સરકાર શ્રવણ બનીઃ રૂપાણી
સિંહણના મોત બાદ તેનાં બે બચ્ચાં માટે વન કર્મચારીઓ માવતર બન્યા
ચાર માસના સિંહબાળની માતાનું દસ દિવસ પહેલાં ગરમીથી મોત
કોંગ્રેસ હાઈકમાન્ડે શંકરસિંહને કેમ્પેઈન કમિટીની જવાબદારી સોંપવા સંમતિ આપી
કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને આવેદન સુપરત કરશે ભાજપની 150 બેઠક સામે વાઘેલાનો 108 બેઠકનો દાવો વાઘેલા આ ઓફરનો સ્વીકાર કરે છે કે નહીં તેના પર કોંગીજનોની નજર મંડાઈ
પાક. સાથે યોગ્ય સમય અને સ્થળે બદલો: ભારતીય સેના
સર્જિકલ સ્ટ્રાઈક પછી અંકુશ રેખા પાર આતંકવાદી કેમ્પો વધી ગયા જવાનોના શબ વિકૃત કરવા સામે સમગ્ર દેશમાં ભારે રોષ, વિપક્ષો સરકાર પર વરસ્યા
કાશ્મીર મામલે ચંચુપાત કરવા ચીનનો નવો દાવ
પીઓકેમાં $50 અબજનું રોકાણ કરનાર ચીને ભારત-પાક. વચ્ચે મધ્યસ્થી થવા ઈચ્છા દર્શાવી
મુખ્યમંત્રી આજે ઉદ્યોગના યુવા સાહસિકો સાથે સંવાદ કરશે
મુખ્યમંત્રીના નિવાસસ્થાને ‘યંગ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા’ ગોષ્ઠિનું આયોજનઃ 175 યુવા સાહસિકોની ગોષ્ઠિમાં મંત્રીમંડળના સભ્ય જોડાશે
ડિજિટલાઇઝેશન થકી દેશ મહાસત્તા બનવાની દિશામાં: રૂપાણી
મિશન સ્ત્રી શક્તિના લોન્ચિંગ પ્રસંગે CM વિજય રૂપાણી, રેલવે મંત્રી સુરેશ પ્રભુ.
કોલેજમાં પણ સેમેસ્ટર સિસ્ટમ રદ કરવા સરકારની વિચારણા
નબળું પરિણામ આવતાં સરકારને અનેક રજૂઆતો થઈ હતી # સેમેસ્ટર સિસ્ટમ રદ કરવા મળેલી રજૂઆત પર ચાલી રહેલો અભ્યાસ: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભારત અને અફઘાન સામે પાકનું પ્રોક્સી વોર : US નિષ્ણાતો
અમેરિકાના જાણીતા નિષ્ણાતોએ તેના સાંસદોને કહ્યું છે કે અફઘાનિસ્તાનના ભારત સાથેના સંબંધ પાકિસ્તાનને સ્વીકાર્ય નથી, જેને કારણે તે હક્કાની નેટવર્ક અને તાલિબાન જેવા આતંકવાદી જૂથોનો ઉપયોગ કરીને આ પાડોશી દેશો સાથે પ્રોક્સી વોર કરી રહ્યું છે. રેન્ડ કોર્પોરેશનના ઈન્ટરનેશનલ સિક્યુરિટી એન્ડ ડિફેન્સ પોલિસી સેન્ટરના ડિરેક્ટર સેઠ જોન્સે ગયા સપ્તાહે સાંસદો સમક્ષ કહ્યું હતું કે ‘દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનનું સૌથી ઘનિષ્ટ મિત્ર ભારત છે, જે પાકિસ્તાનને અસ્વિકાર્ય છે. પાકિસ્તાન માટે ભારત દુશ્મન છે. પાકિસ્તાને ભારતીયો સામે જમ્મુ-કાશ્મીરમાં આ આતંકી જૂથોનો પ્રોક્સી તરીકે ઉપયોગ કરી રહ્યું છે અને તેની વિદેશી નીતિના લક્ષ્ય સાધી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પણ તે હક્કાની જૂથ મારફતે આવું કરી રહ્યું છે. આમ આ પ્રોક્સી વોર જ છે.’ લોંગ વોર જર્નલના તંત્રી બિલ રોગિયોએ પણ આ જ પ્રકારનો મત અમેરિકી સાંસદો સમક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે ‘પાકિસ્તાનની સરકારે તેની દરેક નીતિ, રણનીતિ ભારત સામે લડવાના હેતુથી જ ઘડવાનું ચાલુ રાખ્યું છે.’
જવાનોના શરીરના ટુકડા સરહદ પાર લઈ જવાયા
બે જવાનોનાં શિરોચ્છેદ મામલે ભારતે પાક.ને ‘આકરો’ મેસેજ આપ્યો રોષે ભરાયેલા ભારતે પાકિ